◆વડાપ્રધાનશ્રી બુધવારે ૩૦ ઓક્ટોબરે રાત્રે ૮.૩૦ કલાકે નવીદિલ્હી થી અમદાવાદ આવશે અને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.
◆પ્રધાનમંત્રી શ્રી ના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર તેઓ ૩૧ ઓક્ટોબરે સવારે ૮.૧૫ વાગ્યે કેવડીયા ખાતે આયોજિત રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ માં ઉપસ્થિત રહેશે અને સૌને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવશે.આ રાષ્ટ્રીય એકતા પરેડ માં રાજ્ય પોલીસ દળ ની પાંચ ઉપરાંત કેન્દ્રીય દળ ની ટુકડીઓ માર્ચ પાસ્ટ યોજશે અને એન.એસ.જી સી આઈ એસ એફ એન ડી આર એફ તેમજ સી આર પી એફ અને ગુજરાત પોલીસ અને જમ્મુ કાશ્મીર પોલીસ ના સાહસ પૂર્ણ નિદર્શન યોજાવાના છે.પ્રધાન મંત્રી આ અવસરે સંબોધન પણ કરશે.
◆શ્રી નરેન્દ્રભાઇ મોદી ૯.૫૦ કલાકે કેવડીયા માં નવ નિર્મિત ટેકનોલોજી ડેમોસ્ટ્રેશન સાઈટ નું ઉદ્ઘાટન અને મુલાકાત કરશે.
◆પ્રધાનમંત્રી બપોરે ૧૨ થી ૨,વાગ્યા સુધી દેશ ના આઈ એ એસ પ્રોબેશનર અધિકારીઓ ના કાર્યક્રમ માં જોડાશે.તેઓ આ અધિકારીઓએ પાંચ થીમ પર તૈયાર કરેલા પ્રેઝન્ટેશન નિહાળશે અને તાલીમી અધિકારીઓ સાથે વાર્તાલાપ ચર્ચામાં સહભાગી થશે.વડાપ્રધાનશ્રી આ પ્રોબેશનરી અધિકારીઓ સાથે બપોર નું ભોજન લેવાના છે અને ત્યાર બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગ્રુપ ફોટો સેશન માં પણ જોડાવાના છે.
◆વડાપ્રધાનશ્રી સાંજે ૫:૪૫ કલાકે કેવડીયા થી હવાઈ માર્ગે વડોદરા પહોંચશે અને ત્યાંથી વાયુદળના વિમાન મારફતે નવી દિલ્હી જવા રવાના થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application