Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લામાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો:સુરત શહેર સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ: ખેડુતો ચિંતીત

  • October 23, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:તાપી-સુરત સહિત ગુજરાત માંથી મેઘરાજાએ વિદાય લીધા બાદ ફરીથી અપર સરક્યુલેશનના કારણે વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. જેના કારણે હવામાન વિભાગ દ્વારા આગામી બે-ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. જે પગલે મંગળવારે તાપી અને સુરત શહેરમાં બપોર પછી અચાનક જ વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તુટી પડતાં લોકોને એક જ જગ્યા પર કલાકો સુધી ઉભા રહેવાની નોબત આવી છે. વરસાદના કારણે શહેરના રસ્તાઓ પર પાણી ભરાઇ જતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તાપી સહિત દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર બે થી ત્રણ દિવસ સુધી વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સોમવારથી અચાનક જ સુરત શહેરના વાતાવરણમાં પલ્ટો જાવા મળ્યો હતો. અને શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા હતા. મંગળવારે બપોર પછી અચાનક જ વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તુટી પડ્યો હતો. એક કલાકથી વધુ પડેલા વરસાદના કારણે લોકોએ ઝાડ અથવા અન્ય મિલ્કતો નીચે આશ્રય લીધો હતો. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શિયાળાની મોસમમાં ગરમ કપડાંની જગ્યા પર લોકોને છત્રી કાઢવાનો વારો આવ્યો હતો. વાહન ચાલકોને રેઇનકોટ પહેરીને બહાર નિકળવાની ફરજ પડી હતી. આમ અચાનક જ કમોસમી વરસાદના કારણે ખેડુતોના પાકને નુકશાન થવાની ભીંતી સેવાઇ રહી છે. આ વરસાદ ખેડુતોને કેટલુ નુકશાન કરશે તે આગામી દિવસોમાં ખબર પડશે. તાપી જીલ્લામાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application