તાપીમિત્ર ન્યુઝ,વ્યારા : મસુરીની લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડમી ઓફ એડમીનીસ્ટ્રેશન દ્વારા દેશના ૪૨ જેટલાં તાલીમી IAS/IPS અધિકારીઓ તેમની તાલીમના ભાગરૂપે ફાઉન્ડેશન કોર્ષ અંતર્ગત તા.૧૮ થી તા.૨૪ ઓકટોબર-૨૦૧૯ દરમિયાન તાપી જિલ્લામાં કુકરમુંડા તાલુકાના કેવડામોઈ,મોરામ્બા અને મટાવલ, નિઝર તાલુકામાં આડદા, ઉચ્છલમાં ફુલુમારન તથા સોનગઢ તાલુકાના બોરદા અને મલંગદેવ ગામોમાં છ-છ અધિકારીઓનું જુથ રોકાણ કરીને જે તે ગામમાં અમલી વિકાસ યોજનાઓ શિક્ષણ, આરોગ્ય,પોષણ,કૃષિ, સિંચાઇ, બાગાયત,પશુપાલન સહિત વિવિધ યોજનાકિય પાંસાઓના અભ્યાસ ઉપરાંત સ્થાનિક પ્રજાજનો સાથે સરકારની યોજનાઓ ની જાણકારી મેળવવા ઉપરાંત જે તે ગામડાઓમાં શિક્ષણ-આરોગ્ય, પંચાયતી રાજ સંસ્થાની કામગીરી, ખેતીવાડી અને જમીન સુધારણા, સ્વચ્છ ભારત અભિયાન, ગ્રામિણ યુવાઓની અને તેમની આકાંક્ષાઓ વિશે ગામના અભ્યાસ અર્થે ગ્રામજનો સાથે ચર્ચા-સંવાદ પણ કરશે. તદ્ઉપરાંત ગામની શાળાના વરિષ્ઠ શિક્ષક, આંગણવાડી કાર્યકર, મલ્ટીપરપઝ હેલ્થ વર્કર સ્થાનિક ડૉકટર-નર્સ કંપાઉન્ડર સ્થાનિક તલાટી-કમ-મંત્રી સાથે ચર્ચા કરી ગ્રામ્ય સંસ્કૃતિક અને રીત રિવાજોથી પણ તાલીમી જુથ અવગત થશે. પ્રથમ દિવસે વ્યારા ખાતે યોજાયેલ બેઠકમાં કલેકટર આર.જે.હાલાણી અને જિલ્લા વિકાસ અધિકારી નેહાસિંઘે તાલીમી અધિકારીઓને જિલ્લાની ભૌગોલિક્તા અને વિકાસ પ્રવૃતિઓની વિસ્તૃત જાણકારી આપી હતી.આ પ્રસંગે વિવિધ વિભાગો દ્વારા યોજનાકિય પાવર પોઈન્ટ પ્રેઝન્ટશન રજુ કરવામાં આવ્યું હતુ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500