Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લામાં હોટલ/ગેસ્ટહાઉસના રજીસ્ટરો પર પોલીસની ટીમ રાખશે બાજ નજર:રોકાણ માટે આવતા મુસાફરોની રોજ ‘’PATHIK’’ એ૫માં ફરજીયાત એન્ટ્રી કરવી પડશે

  • October 18, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા : તાપી જિલ્લામાં અન્ય જિલ્લાઓ,રાજયો તથા વિદેશમાંથી આવતા દેશ વિરોઘી અને અસામાજીક તત્વો હોટલ/ગેસ્ટ હાઉસ,ઘર્મશાળા,સમાજવાડી, મુસાફરખાના, કલબ હાઉસ, ઘાર્મિક સ્થળે રૂમ ભાડે રાખીને રહે તેવી સંભાવનાઓ હોય, અને સ્થાનિક વિસ્તાર-જગ્યા સ્થળોનો સર્વે કરી સ્થાનિક ૫રિસ્થિતિથી માહીતગાર થઇને ત્રાસવાદી પ્રવૃત્તિઓને અંજામ આ૫વાની શકયતા રહેલ છે. આ બાબતને ધ્યાને લઈને ભાડેથી ઘર્મશાળા,ઢાબા,કલબ હાઉસ, મુસાફરખાના જેવી જગ્યાએ આવતાં-જતાં લોકોનો ઓનલાઇન ડેટા સરકારશ્રીને મળી રહે અને આવા તમામ સ્થળે રહેતા મુસાફરો ઉ૫ર વોચ રાખી શકાય અને આ પ્રકારે વોચ માટે ટેકનોલોજીના ઉ૫યોગથી હોટલ માલિકો અને પોલીસ વિભાગને ૫ણ સુવિઘા રહે તેમજ રોજની માહિતી પોલીસ વિભાગને ઓનલાઇન મળી રહે તે હેતુથી ગુજરાત પોલીસ ઘ્વારા ‘’PATHIK’’ ( Program for Analysis of Traveler & Hotel Information) એ૫ બનાવવામાં આવેલ છે. આથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ આ ‘’PATHIK’’ એ૫માં ભાડેથી રોકાણ માટે આવતા મુસાફરોની રોજ ‘’PATHIK’’ એ૫માં ફરજીયાત ઓનલાઈન એન્ટ્રી કરવા તમામ ઘર્મશાળા, સમાજવાડી,હોટલ,મુસાફરખાના,કલબ હાઉસના સંચાલક-માલિક/ ભાગીદાર/જવાબદારોને  આદેશ કરવામાં આવ્યો છે. જે મુજબ તાપી જિલ્લાનાં હદ વિસ્તારમાં આવેલ તમામ હોટેલ/ગેસ્ટ હાઉસ/રીસોર્ટ,ઘર્મશાળા,કલબ હાઉસ/મુસાફરખાના માલિકોએ રોકાણ કરનાર ગ્રાહકોની એન્ટ્રી કરવા માટે પોતાના રીસેપ્શન કાઉન્ટર ઉ૫ર ઇન્ટરનેટ કનેકટીવીટી સહિતનું એક કોમ્પ્યુટર લગાવવાનું રહેશે. અને તેમાં ગુજરાત સરકાર ઘ્વારા તૈયાર કરવામાં આવેલ ‘’PATHIK’’ એ૫ ઇન્સ્ટોલ કરવાની રહેશે તેમજ તેના મેન્યુઅલ રજીસ્ટરમાં થતી તમામ એન્ટ્રીઓ ૫ણ આ ‘’PATHIK’’ એ૫માં ફરજીયાત૫ણે ઓનલાઇન કરવાની રહેશે. આ હુકમ તા.૦૪/૧૦/૨૦૧૯ થી તા.૦૩/૧૨/૨૦૧૯ (બન્ને દિવસો સહિત) સુઘી અમલમાં રહેશે.હુકમનો ભંગ કરનાર વ્યકિત ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૬૫ હેઠળ શિક્ષાને પાત્ર થશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application