તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:સુરત શહેર અને મહારાષ્ટ્ર રાજ્યમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલવામાં તાપી જિલ્લા પોલીસ ને સફળતા મળી છે,મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના પોલીસવડા એન.એન.ચૌધરી તથા ડીવાયએસપી આર.એલ.માવાણી નાઓએ ગુનેગારોને ઝડપી પાડવા આપેલ સૂચનાને આધારે તાપી જિલ્લા એલસીબી શાખાના પીએસઆઇ ડી.એસ.લાડ તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે વેળાએ સોનગઢ વિસ્તારમાં હેડકોન્સ્ટેબલ લેબજીભાઈ પરબતભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ લાલજીભાઈ મેરાભાઈ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે સોનગઢ ઓટા ચાર રસ્તા પાસે મોટર સાયકલ નંબર જીજે/05/એસજી/2746 ઉપર સવાર ત્રણ યુવકોને ઝડપી પાડી પૂછપરછ કરતા સોનગઢ નગર સહિત સુરત અને મહારાષ્ટ્રના નવાપુર,દોડાઇચા વિસ્તારમાં થયેલ ચોરીના ગુના સંડોવાયેલ હોવાનું જાણવા મળેલ ,ઝડપાયેલા ત્રણેય યુવકો પાસેથી ચોરીની મોટર સાયકલ,સ્ક્રુ ડ્રાઇવર,પેચિયું તથા રામપુરી ચપ્પુ મળી કુલ રૂ.૫૦,૫૦૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો,પોલીસની વધુ તપાસમાં ત્રણેય આરોપીઓએ જુદાજુદા વિસ્તારોમાં કરેલ ગુન્હાની કબુલાત કરી હતી.આમ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને ઝડપી પાડવામાં તાપી જિલ્લા એલસીબી પોલીસ અને સોનગઢ પોલીસને સફળતા મળી છે.
High light-રામપુરી ચપ્પુ સાથે પકડાયેલા આરોપીઓ..
(1)ભટુ ઉર્ફે અલ્કેશ સુરેશભાઈ માળી રહે,માલીવાડ વ્યાયામ શાળા પાસે,શિંદખેડા જી.ધુલિયા-મહારાષ્ટ્ર
(2)જયપાલ ભારતસિંહ રાજપૂત રહે,ધમાની મહારાણા પ્રતાપ ચૉક તા.શિંદખેડા જી.ધૂલિયા-મહારાષ્ટ્ર
(3)રાહુલ ઉર્ફે રામ્યા ઉર્ફે રમેશ સુનિલભાઈ મરાઠે રહે,શિંદખેડા-દોડાઇચા રોડ સાંઇ નગર શિંદખેડા જી.ધુલિયા-મહારાષ્ટ્ર
High light-ક્યાં ક્યાં કરી હતી ચોરી-એક નજર કરીએ..
(1)સોનગઢના પંચવટી ફળિયુ હનુમાન મંદિરની સામે આવેલ ઘર પાસે મોટર સાયકલ ચોરી કરવાના ગુન્હામાં...
(2)સુરત કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતું ચલથાણ રેલ્વે સ્ટેશન પાસે હાઈવે રોડ ઉપરથી મોટર સાઇકલ ચોરી કરી હતી.
(3)મહારાષ્ટ્ર ના નવાપુર માંથી મોટર સાયકલ ચોરી કરી હતી.
(4) નવાપુર માંથી મોટર સાયકલ ચોરી કરેલ તેના બીજા દિવસે અમલનેર બસ સ્ટેશન ઉપરથી મોટર સાયકલ ચોરી કરી હતી.
(5) મહારાષ્ટ્ર ના દોંડાઈચા ખાતે હાઈવેની બાજુમાંથી મોટર સાયકલ ચોરી
કરી ધુલીયા ખાતે છોડી આવેલ.
(6) આરોપી ભટુ ઉર્ફે અલ્કેશભાઈ સુરેશભાઈ માળી નાઓ મહારાષ્ટ્ર ના શિંદખેડા પોલીસ ચોપડે વોન્ટેડ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500