તાપીમિત્ર ન્યુઝ,સુરતઃસુરત જિલ્લાના બારડોલી ખાતે એક ધોરણ ૧૦ની સ્ટુડન્ટનું અપહરણ બાદ ગેંગરેપ કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.સ્ટુડન્ટને ઘરેથી અપહરણ કર્યા બાદ એક દુકાનમાં ગોંધી રાખી ત્રણ શખ્સો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું છે.હાલ સ્ટુડન્ટને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ માટે લાવવામાં આવી હતી.
મળતી માહતી એનુસાર બારડોલી ખાતે આવેલ એમએન પાર્ક પાસે ૧૫ વર્ષીય ધોરણ ૧૦ની સ્ટુડન્ટનું ઘર નજીકથી રિક્ષામાં અપહરણ કર્યા બાદ એક દુકાનમાં ગોંધી રાખવામાં આવી હતી.સગીરાના પિતા દ્વારા બારડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.જેમાં પોલીસ અપહરણ, દુષ્કર્મ અને પોસ્કો હેઠળ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.સગીરાને પોલીસ કાફલા સાથે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ તપાસ અર્થે લાવવામાં આવી હતી.આરોપીઓએ અપહરણ બાદ સોનીની દુકાનમાં વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં નોંધવામાં આવ્યું છે.પોલીસે નરેશ ઉર્ફે અજય ધર્માજવરે, છોટુ અને આકાશ નામના ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.જ્યારે મુખ્ય આરોપી નરેશને પોલીસ પકડી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.અને પોલીસ અપહરણ માટે ઉપયોગમાં લેવાયેલી રિક્ષા પણ કબજે કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application