Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાહનના કાગળો સાથે રાખવા ભૂલી ગયા છો?? પોલીસ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે ?? તો પણ દંડને કેન્સલ કરાવી શકો છો !!

  • September 13, 2019 

નવી દિલ્હી:મોટર વ્હીકલ એક્ટ 2019 (Motor Vehicle Act 2019) લાગુ થયા બાદ ગાડીના માલિકો ડરી ગયા છે.જેમની પાસે પૂરતા કાગળ છે,તેઓને કોઈ ટેન્શન નથી,પરંતુ જેમના કાગળો પૂરા નથી તેઓ દરેક સિગ્નલ પર ચારે તરફ નજર ફેરવી રહ્યાં છે.ક્યાંક ટ્રાફિક પોલીસવાળો તેમની પાસે આવીને કાગળ માંગવા ન લાગે.લોકોની વચ્ચે હજારો રૂપિયાનો દંડ લાગવાનો ખૌફ દરેકમાં જોવા મળી રહ્યો છે.તેથી તેઓ એક-એક કાગળ ચકાસીને ઘરની બહાર નીકળી રહ્યાં છે.પરંતુ આ વચ્ચે કેટલાક લોકો એવા પણ છે,જેઓ પૂરી સજાગતા છતા જલ્દી જલ્દીમાં પોતાના કાગળોને ઘરે ભૂલી રહ્યાં છે. High light-માત્ર 100 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે… જો તમારી પાસે કાગળો પૂરતા છે તો તમને માત્ર 100 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે.મોટર વ્હીકલ એક્ટ અનુસાર જો તમારી પાસે ડીએલ,ગાડીની આરસી,ઈન્સ્યોરન્સ અને પોલ્યુશન સર્ટિફિકેટ જેવા તમામ ડોક્યુમેન્ટ્ છે,પરંતુ તમે ભૂલથી ક્યાંક આ કાગળો ભૂલી ગયા છો,અને ટ્રાફિક પોલીસે તમારી પાવતી કાપી નાંખી છે,તો ટેન્શન લેવાની જરૂર નથી.તમે આ દંડને કેન્સલ પણ કરાવી શકો છો. High light-દંડને કેન્સલ પણ કરાવી શકો છો. નવા નિયમ અનુસાર તમે 100 રૂપિયા આપીને તમારા ભારે-ભરખમ દંડને કેન્સલ કરાવી શકો છો.મોટરી વ્હીકલ એક્ટના નિયમો અનુસાર,પાવતી કપાવવાના સમયે તમારી પાસે કાગળો ઉપલબ્ધ નથી,તો તમે દંડ કપાયાની તારીખથી 15 દિવસની અંદર પ્લાનિંગ બ્રાન્ચ જઈને તમારો દંડ કેન્સલ કરાવી શકો છો.આ નિયમ અનુસાર,તમને માત્રન 100 રૂપિયાનો ચાર્જ લાગશે.આ માટે તમારે પ્લાનિંગ બ્રાન્ચમાં તમામ ઓરિજિનલ પેપર બતાવવાના રહેશે.જે દસ્તાવેજ માટે તમને દંડ લાગ્યો છે,જો તે પૂરા છે તો પ્લાનિંગ બ્રાન્ચની તરફથી તમારો દંડ કેન્સલ કરવામાં આવશે. જોકે,તેના માટે એક શરત એવી છે કે,જે તારીખ પર તમને દંડ થયો છે,તે પહેલાના તમારા તમામ દસ્તાવેજ હોવા જોઈએ.તે તારીખ પછીના કાગળ હોય તો તે નિયમ અનુસાર માન્ય નહિ ગણાય.એટલે એમ કે,તમારો દંડ 1 સપ્ટેમ્બરનો હોય તો તમામ દસ્તાવેજ તે પહેલાના હોવા જોઈએ.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application