Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં કોરોનાથી ૧૫૦૦ ના મોતનો મામલો : માજી સાંસદ ડો.તુષાર ચૌધરીને આરોગ્ય વિભાગે મુહતોડ જવાબ આપ્યો !!

  • May 13, 2021 

તાપી જિલ્લામાં કોરોનાથી ૧૫૦૦ જેટલા મરણ થયેલ હોવાના માજી સાંસદ ડો.તુષાર ચૌધરીના નિવેદન મામલે જીલ્લા આરોગ્ય વિભાગે મુહતોડ જવાબ આપ્યો છે.જોકે આરોગ્ય વિભાગે આ પ્રકારના પ્રકાશિત થયેલ અહેવાલને રદિયો આપ્યો છે. તેમછતાં ભાજપના એકપણ નેતાઓએ કોઇપણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.

 

 

 

 

 

સરકાર કોરોનાના કેસ જ નહીં મોતના આંકડા પણ છૂપાવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

તાપી જિલ્લામાં કોરોનાથી ૧૫૦૦ જેટલા મરણ થયેલ હોવાના પ્રકાશિત થયેલ માજી સાંસદ ડો.તુષાર ચૌધરીના નિવેદન મામલે રદિયો આપતા આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે, તારીખ ૧૨ મે-૨૦૨૧ના રોજ તાપી જિલ્લાના કેટલાક દૈનિકોમાં પ્રકાશિત થયેલ માજી સાંસદ ડો.તુષાર ચૌધરીના દ્વારા તાપી જીલ્લામાં કોરોનાથી ૧૫૦૦ જેટલાં મરણ થયેલ છે, અને સરકાર કોરોનાના કેસ જ નહીં મોતના આંકડા પણ છૂપાવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

 

 

 

 

 

સામાન્ય સંજોગોમાં પણ વર્ષ દરમ્યાન અન્ય બિમારીઓ તથા કુદરતી કારણોસર મરણ થતાં જ હોય છે. 

આ બાબતે મુખ્ય જીલ્લા તબીબી અધિકારી  જનરલ હોસ્પિટલ, વ્યારા અને  મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી જીલ્લા પંચાયત, તાપીની સંયુક્ત યાદીમં જણાવ્યા મુજબ તાપી જીલ્લામાં આજ દિન સુધી કોરોનાને કારણે ૧૫ તથા કોરોના પોઝીટીવ હોય પરંતુ અન્ય બિમારીઓ (કોમોરબીડીટી) ના કારણે ૯૫ મરણ નોંધાયેલ છે. સામાન્ય સંજોગોમાં પણ વર્ષ દરમ્યાન અન્ય બિમારીઓ તથા કુદરતી કારણોસર મરણ થતાં જ હોય છે. 

 

 

 

 

 

માજી સાંસદ ડો.તુષાર ચૌધરી દ્વ્રારા આપવામાં આવેલ નિવેદન હકીકતલક્ષી નથી

આ ઉપરાંત તાપી જીલ્લામાં પી.એમ. કેરમાંથી ફાળવેલ વેન્ટીલેટર ચાલુ નથી તે બાબતે જણાવવાનું કે, જનરલ હોસ્પિટલ ખાતેના વેન્ટીલેટર ચાલુ હાલતમાં છે પરંતુ વપરાશમાં ન હોય તેને અલગ રૂમમાં મુકવામાં આવેલ છે. જેથી કરીને જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય. આમ,વેન્ટીલેટરનો કનેક્ટરના અભાવે ઉપયોગ થતો નથી તે હકીકત પણ સાચી નથી. આમ, માજી સાંસદ ડો.તુષાર ચૌધરી દ્વ્રારા આપવામાં આવેલ નિવેદન હકીકતલક્ષી નથી એમ  મુખ્ય જીલ્લા તબીબી અધિકારી જનરલ હોસ્પિટલ, વ્યારા અને મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી  દ્વારા જણાવવામાં આવ્યું છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application