Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજથી મુંબઈ અને થાણેમાં આગામી 30 દિવસ સુધી 15 ટકા પાણીનો કાપ મુકાયો : લોકોને પાણીનો ઓછો ઉપયોગ અને સહકાર આપવાની અપીલ કરી

  • March 31, 2023 

આજથી મુંબઈ અને થાણેમાં આગામી 30 દિવસ સુધી 15 ટકા પાણી કાપ મુકવામાં આવ્યો છે.  હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જે બાદ હવે BMC લીકેજને ઠીક કરવા જઈ રહી છે. આ માટે પાણી કાપ મુકવામાં આવ્યો છે. મુંબઈમાં BMCએ નાગરિકને સહકાર આપવાની અપીલ કરી છે. થાણેમાં પાણીની ટનલ લીકેજ થવાને કારણે લગભગ પાંચ મહિનાથી દરરોજ હજારો લિટર પાણીનો બગાડ થઈ રહ્યો હતો. આ કારણે BMCએ હવે લીકેજને રિપેર કરવાનો નિર્ણય લીધો હોવાથી આજથી 30 એપ્રિલ સુધી સમગ્ર મુંબઈમાં તેમજ થાણેમાં 15 ટકા પાણી કાપ રહેશે.






મુંબઈમાં BMCએ તમામ લોકોને આગામી 30 દિવસો સુધી પાણીનો ખુબ જ ઓછો ઉપયોગ કરવા અને નાગરિકને સહકાર આપવાની અપીલ કરી છે. BMC હાઈડ્રોલિક વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર મુંબઈને પાણી પુરૂ પાડતી પાણીની ટનલ થાણેમાં બોરવેલ ખોદતી વખતે લીક થઈ ગઈ હતી. આ લીકેજનું સમારકામ આજથી શરૂ કરવામાં આવશે જે આગામી 30 દિવસ સુધી ચાલુ રહેશે તેથી આ સમયગાળા દરમિયાન મુંબઈ શહેર, પૂર્વ ઉપનગરો અને પશ્ચિમ ઉપનગરોમાં 15 ટકા પાણી કાપ રહેશે. આ સાથે આ કાપ થાણે શહેરમાં પણ લાગુ થશે.






BMC અધિકારીએ જણાવ્યું હતું કે, મુંબઈ શહેર અને ઉપનગરોને પૂરા પાડવામાં આવતા કુલ પાણીના લગભગ 65 ટકા પાણી ભાંડુપ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પુરુ પાડવામાં આવે છે. આ પ્લાન્ટને 75 ટકા પાણી પુરવઠો 5,500 મીમી વ્યાસની 15 કિમી લાંબી વોટર ટનલ દ્વારા થાય છે. જયારે થાણેમાં બોરવેલ ખોદવાને કારણે આ વોટર ટનલને નુકસાન થયું છે. જેના કારણે મોટા પ્રમાણમાં પાણી લીકેજ થાય છે. પાણીના લીકેજને રિપેર કરવા માટે વોટર ટનલને સંપૂર્ણપણે બંધ કરવાની જરૂરીયાત ઉભી થઈ છે આ કારણે જ પાણીને વૈકલ્પિક ચેનલો દ્વારા ભાંડુપ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરફ પહોંચાડવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News