તાપીમિત્ર ન્યુઝ,વડોદરા:લગ્નમાં હાજરી આપીને પરત ફરી રહેલા પરિવારને વડોદરા નેશનલ હાઇવે માર્ગ પર અકસ્માત નડતા માતા-પુત્રના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા.કાર અને ટ્રેલર વચ્ચે આજે વહેલી સવારે નેશનલ હાઇવે નંબર-૮ કપુરાઇ બ્રિજ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બે બાળકો સહિત ૬ ને નાની મોટી ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરત જિલ્લાના બારડોલીના સોમનાથ નગર સોસાયટીમાં મકાન નંબર-૪માં રહેતા તુષારભાઇ મિસ્ત્રી ફર્નિચરનો વ્યવાસય કરે છે.ગત ૨૦ એપ્રિલના રોજ તેઓ તેમની પ્રિયંકાબહેન અને પુત્ર વ્યોમ (ઉં.વ.૭), સાળા ઉમેશભાઇ નિલેષભાઇ મિસ્ત્રી તેમની પત્ની નિમીષાબહેન, પુત્રી ઇશીકા (ઉં.વ.૭) બીજો સાળો મહેશભાઇ નિલેશભાઇ મિસ્ત્રી અને સાસુ રંજનબહેન નિલેશભાઇ મિસ્ત્રી કારમાં જામનગર ફોઇ સાસુના ઘરે લગ્ન પ્રસંગમાં ગયા હતા.લગ્ન પ્રસંગમાં હાજરી આપીને મિસ્ત્રી પરિવાર ગુરૂવારે સાંજે ૬ કલાકે જામનગર તરફથી બારડોલી જવા માટે રવાના થયું હતું.આજે મળસ્કે ૪ કલાકે નેશનલ હાઇવે નંબર-૮ ઉપરથી તેઓ પસાર થઇ રહ્યા હતા.ઉમેશભાઇ મિસ્ત્રી કાર ચલાવી રહ્યા હતા.જ્યારે પરિવાર વહેલી સવારની નિંદર માણી રહ્યું હતું.દરમિયાન આજે મળસ્કે ૪ કલાકે કપુરાઇ બ્રિજ ઉતરી રહ્યા હતા.તે સમયે રોડ ઉપર બંધ હાલતમાં પડેલ ટ્રક ટ્રેલરમાં ભટકાતા કાર રોડ ઉપર પલટી ખાઇ ગઇ હતી.જેમાં કારચાલક ઉમેશભાઇ મિસ્ત્રી અને તેમની માતા રંજનબહેન મિસ્ત્રીનું સ્થળ પર મોત નીપજ્યું હતું.જ્યારે બે બાળકો વ્યોમ અને ઇશીકા સહિત ૬ ને ઇજા પહોંચતા ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application