તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:ઉચ્છલમાં આજે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ માર્ગની હદમાં રહેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા.જોકે, આ સમયે આ લખાઇ રહેલ છે ત્યાં સુધી કોઈ વાદ-વિવાદ થવા ન પામ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ.આ દબાણો સંદર્ભે ઉચ્છલના મહિલા મામલતદારનો ટેલિફોનિક સંપર્ક સાધતા વ્યસ્ત હોવાનું જણાવ્યું હતું જ્યારે સૂત્રોના જણાવ્યું અનુસાર તાપી જિલ્લાના ઉચ્છલ ખાતે આવેલ તાલુકા પંચાયતની સામે લારી,ગલ્લા,કાચાં-પાકાં બાંધકામો કરેલ ગેરકાયદેસર દબાણકારોને તંત્ર દ્વારા નોટિસો ફટકારવામાં આવી હતી.જે દબાણકારોએ સમય મર્યાદામાં દબાણો દૂર ન કરતા આખરે તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત હેઠળ દબાણ હટાવવાની આજે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.નિયમો વિરુદ્ધ જે દબાણો ખડકાયા હતા તેઓના દબાણો જેસીબી દ્વારા દૂર કરવામાં આવ્યા છે.દબાણકારો સ્વેચ્છાએ ન હટાવતા તેઓના દબાણો જેસીબી દ્વારા હટાવવાનું ચાલુ રાખેલ છે.હાલમાં તો ઉચ્છલ માં ટીડીઓ કચેરી સામેથી દબાણો દૂર કર્યા છે. આગામી દિવસોમાં અન્ય ગામડાંઓમાં પણ દબાણો દૂર કરવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.દબાણકર્તા સાથે થયેલી વાતચીતમાં જણાવ્યું હતું કે બેન્ક માંથી લોન લઈને રોજગાર ચાલુ કર્યો હતો હવે ડીમોલેશન કરવામાં આવી રહ્યું છે.બેંકના હપ્તા કઈ રીતે ભરપાઇ કરીશું તેની ચિંતા સતાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application