Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પુરપાટ ઝડપે દોડતા ટેમ્પો ચાલકે બાઈકને ટક્કર મારી:વૃધ્ધાનું મોત

  • July 18, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા-બાજીપુરા નેશનલ હાઇવે માર્ગ પર પુરપાટ ઝડપે દોડતા ટેમ્પો ચાલકે બાઈકને ટક્કર મારતા એક મહિલાનું મોત નીપજ્યું હતું.જયારે બાઈક ચાલકને સામાન્ય ઈજા પહોચી હોવાની ફરિયાદ વ્યારા પોલીસ ચોપડે નોંધાઈ છે.મળતી માહિતી અનુસાર વ્યારાના બોરખડી ગામની સીમ માંથી પસાર થતો નેશનલ હાઇવે માર્ગ નંબર 53 પર સૌભાગ્ય હોટલ સામે તા.17મી જુલાઈ નારોજ પૂરપાર ઝડપે દોડતા એક મહિન્દ્ર ટેમ્પો નંબર જીજે-19-એક્સ-4880 ના ચાલકે પોતાનું ક્બ્જાનો ટેમ્પો પુર ઝડપે અને બે ફીકરાઈથી ચલાવી હીરો હોન્ડા નંબર જીજે-26-ઈ-2926 ને પાછળથી ટક્કર મારતા મોટર સાયકલ દુર સુધી ફેંકાઈ ગઈ હતી.મોટર સાયકલ ચાલક વિક્રમભાઈ નાથુભાઈ ગામીત (ઉ.વ.40)રહે,મંદિર ફળિયું,ટીચકપુરા-વ્યારા નાઓને સામાન્ય ઈજા પહોચી હતી જયારે મોટર સાયકલ પાછળ બેસેલા ગંગાબેન કેશવભાઈ માહ્યાવંશી (ઉ.વ.65)રહે,નિશાળ ફળિયું,ટીચકપુરા-વ્યારા નાઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોચતા મોત નીપજ્યું હતું.અકસ્માત થતા ટેમ્પો ચાલક નાશી છુટ્યો હતો.ઈજાગ્રસ્ત વિક્રમભાઈ ગામીતનાં જણાવ્યા અનુસાર બારડોલીના અસ્થાન ગામે બારમાની વિધિમાં જતા હતા તે સમય અકસ્માત નડ્યો હતો.બનાવ અંગે વિક્રમભાઈ નાથુભાઈ ગામીતે વ્યારા પોલીસ મથકે ફરિયાદ કરી હતી જેમની ફરિયાદને આધારે ટેમ્પો ચાલક વિરુધ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ વ્યારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.સી.પરમાર કરી રહ્યા છે. High light-બારડોલીના અસ્થાન ગામે બારમાની વિધિમાં જતા તે વેળાએ અકસ્માત નડ્યો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application