Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખેલ મહાકુંભમાં ભાગ લેવા માંગતા તાપી જિલ્લાના રમતવીરોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે

  • July 17, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:ગુજરાત સરકારના રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હેઠળના સ્પોર્ટસ ઓથોરિરટી ઓફ ગુજરાત દ્વારા ચાલુ વર્ષે પણ ખેલ મહાકુંભ-૨૦૧૯નું આયોજન કરવામાં આવનાર છે.ખેલ મહાકુંભ-૨૦૧૯માં ભાગ લેવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની શરૂઆત થઇ ચૂકી છે.આગામી સમયમાં યોજાનારા ખેલ મહાકુંભમાં ભાગ લેવા માંગતા તાપી જિલ્લાના રમતવીરોને ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી લેવા માટે જિલ્લા રમત ગમત અધિકારી તરફથી અનુરોધ કરાયો છે.ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ માટે વેબસાઇટ www.khelmahakumbh.org તથા khelmahakumbh-2019 એન્ડ્રોઇડ અને આઇ.ઓ.એસ મોબાઇલ એપથી ઓનલાઇન રજીસ્ટ્રેશન થઇ શકશે.અંડર-૯,અંડર-૧૧,અંડર-૧૪,અંડર-૧૭ તથા ઓપન એઇજ (સિનીયર) ૪૦ વર્ષથી ઉપર,૬૦ વર્ષથી ઉપરના વયગૃપમાં રજીસ્ટ્રેશન થઇ શકશે.શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ જે તે શાળામાંથી રજીસ્ટ્રેશન કરવાનું ફરજીયાત રહેશે.કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓએ ઓનલાઇન તેમજ કોલેજ મારફત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.અભ્યાસ ન કરતા હોય તેવા ખેલાડીઓએ પણ પોતાના ગામની સ્કૂલ/હાઇસ્કૂલમાંથી રજીસ્ટ્રેશન કરાવી શકશે એમ તાપી જિલ્લા રમત ગમત અધિકારી તરફથી જણાવાયું છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application