તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:માંડવી-શેરૂલા રોડ કિ.મી. ૦/૦ થી ૨૮/૦૫ના ચેઇનેજ કિ.મી ૧૫/૦ થી ૧૫/૨, ૧૮/૦ થી ૧૮/૨, ૨૧/૮ થી ૨૧/૯ અને ૨૧/૯ થી ૨૨/૦ પર નવા પુલો બનાવવાની કામગીરી હાલ પ્રગતિમાં છે.ઉકત પુલ નબળો હોવાથી તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ જાહેરનામું બહાર પાડી માંડવી-શેરૂલા રોડ પર ભારેથી અતિભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મુકયો છે.સદર રસ્તા પરથી ભારેથી અતિભારે વાહનોના અવર-જવર માટે ફેદરિયા ચોકડી(ઘંટોલી)-માંડવી-તરસાડા(એન.એચ-૫૬)-વ્યારા-સોનગઢ-નવાપુર(એન.એચ.-૫૩) કુલ-૫૦ કિ.મી.નવાપુરથી ગુજરાત સોનગઢ-વ્યારા(એન.એચ.-૫૩)-તરસાડા(એન.એચ.-૫૬)-ફેદરિયા ચોકડી(ઘંટોલી) કુલ ૫૦ કિ.મી વાળા રસ્તાનો ઉપયોગ કરી શકશે.આ જાહેરનામું ૧૧/૦૯/૨૦૧૯ સુધી અમલમાં રહેશે.આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application