હનીફ માંજુ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,ભરૂચ:અંકલેશ્વર શહેરને અડીને આવેલા કોસમડી ગ્રામ પંચાયત વિસ્તારમાં સફેદ કોલોનીથી કાપોદ્રા ગામ તરફ જવાના રોડની બાજુ માંથી પસાર થતી ડીજીવીસીએલ લાઈનના થાંભલા આજ પડુ કાલ પડુ જેવી હાલતમાં નજરે પડ્યા રહ્યા છે.જેના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવો ભય રાહદારીઓ અને સ્થાનિક લોકોમાં સેવાય રહ્યો છે.થાંભલાઓની સ્થિતિ એવી છે કે,ગમે તે સમયે જાહેર રોડ પર પડી શકે છે આ જાહેર માર્ગ ઉપર થી દિવસ-રાત કોસમડી તેમજ સફેદ કોલોની અને આજુબાજુની સોસાયટીનાં લોકોની અવરજવર તેમજ સ્કૂલના બાળકોને લઈ જતાં વાહનો,મોટરસાયકલ ચાલકો પસાર થાય છે.અને ન કરે નારાયણ રસ્તાની બાજુમાં નમી પડેલા થાંભલોઓ રોડ ઉપર પડે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય શકે છે.ત્યારે આ બાબતને ગંભીરતા લઇ ડીજીવીસીએલના અધિકારીઓ કોસમડી ગ્રામ પંચાયત વિસ્તારમાં સફેદ કોલોનીથી કાપોદ્રા ગામ તરફ જવાના રોડની બાજુમાં નમી પડેલા વીજ થાંભલાઓ મુદ્દે વહેલી તકે કામગીરી હાથ ધરે તે જરૂરી બન્યું છે,નહી તો આવનારા દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની સંપૂર્ણ જવાબદારી ડીજીવીસીએલની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application