તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:વાલોડ-બુહારી માર્ગ પર છીપણ નદીના બ્રીજ ઉપરથી કાર નીચે ખાબકી હતી જે બાબતે વાલોડ પોલીસ મથકે ફરિયાદના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે,મળતી માહિતી અનુસાર તા.29મી જુન નારોજ વાલોડ-બુહારી માર્ગ I-20 હુન્ડાઇ કમ્પનીની કાર નંબર MH-43-BG-9236 ના ચાલકે પોતાના કબ્જાની કાર પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મૌજે દાદરીયા ગામની સીમ માથી પસાર થતા હતા તે વખતે સામેથી એક વાહન પોતાની હેડ લાઇટ ફુલ કરી આવતા તેમજ સાધારણ વરસાદ આવતો હોવાથી ચાલકની આંખો અંજાઇ જતા છીપણ નદીના બ્રીજ ઉપરથી કારને નીચે નદીમા પથ્થોરોમા પાડી નાંખી પોતાને તેમજ ડો.શ્રી હિમાનીબેનને નાની મોટી ઇજા પહોંચાડી હતી તેમજ કારને મોટાપાયે નુકશાન થયું હોવાની ફરિયાદ સોએબશા સત્તરશા શાહ રહે,બિલ્ડીંગ નંબર -8/Aરૂમ નં.-૧,નવી કમરૂ નગર એપાર્ટમેન્ટ મીઠી ખાડી રોડ લિંબાયત સુરત શહેર નાઓએ વાલોડ પોલીસને કરતા તા.3જી જુલાઈ નારોજ નિર્ભયભાઇ જયસિંહભાઇ ચંદારાણા હાલ રહે,અમદાવાદ શ્રી હરી એન્જ્યુકેશન કન્સલ્ટ ટન્સી ઓફીસ નં-૪૨૨ ત્રીજો માળ મહાધુપુરા ગંજ બજાર અમદાવાદ-૪ અને મુળ રહે,યોગેશવર નગર નખત્રાણા તા.નખાત્રાણા જિ.કચ્છ વિરુધ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application