Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લા ટ્રાફિક પોલીસવાનને અકસ્માત નડ્યો:વાન ખાડામાં ઉતરી જતા પલટી,પોલીસકર્મીઓને ગંભીર ઈજા

  • July 02, 2019 

તાપીમિત્ર ન્યુઝ,ડોલવણ:ડોલવણના ગડત ગામની સીમમાં મોડીરાત્રે પેટ્રોલીગમાં નીકળેલા જીલ્લા ટ્રાફિક શાખાની વાનને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.આ અકસ્માતમાં બે પોલીસકર્મીઓને ઈજાગ્રસ્ત હાલતમાં ગડત રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ત્યારબાદ વધુ સારવાર માટે વ્યારા ખાતે હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વ્યારા-ડોલવણ માર્ગ પર નાઈટ પેટ્રોલિંગ કરી રહેલ જીલ્લા ટ્રાફિક શાખાની વાનને મોડીરાત્રે અકસ્માત નડ્યો હતો.મોડીરાત્રે 12:30 કલાકના અરસામાં જીલ્લા ટ્રાફિક શાખાની બોલેરોવાન નંબર જીજે-18-જીબી-1036 લઈને પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસકર્મીઓને ગડત ગામના રેફરલ હોસ્પિટલ પાસે ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.સુત્રોના જણાવ્યા અનુસાર રોડની બંને તરફથી વાહન વ્યવાહર ચાલુ હોય અને ચોમાસાની સીઝન હોય ઝરમર વરસાદ ચાલુ હોવાના કારણે સામેથી ભારે વાહનો ફૂલ લાઈટમાં આવી જતા ટ્રાફિક શાખાની મોબાઈલવાનના ડ્રાઈવરની આંખો હેડલાઈટના ફોકસથી અંજાય જતા અકસ્માત સર્જાયો હતો.ઝરમર વરસાદ પડેલ હોવાના કારણે ભીની માટી તથા કીચડ વાળો રસ્તો હોય વાહન કંટ્રોલમાં ન રહેતા સાઈટ ઉપર આવેલ ખાડામાં વાહન ઉતરી પલટી મારી જતા ટ્રાફિક શાખાના વાહનમાં સવાર અમિતભાઈ સન્મુખભાઈ ચૌધરી અને હેમંતભાઈ શંકરભાઈ ચૌધરી નાઓને ગંભીર હાલતમાં ગડત રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જેમને વધુ સારવાર અર્થે વ્યારાની હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.અન્ય પોલીસકર્મીઓને પણ સામાન્ય ઈજા પહોચી હતી.આ બનાવમાં ટ્રાફિક શાખાની મોબાઈલવાનના આગળના ભાગે ટાયરના મટગાર્ડ,સ્ટેયરીંગ રોડ,તથા સસપેન્સર,ડ્રાઈવર સીટ તથા તેની બાજુના બંને દરવાજા તેમજ પાછળના બંને દરવાજાને ભારે નુકશાન પહોંચ્યું હતું. high light-ભારે વાહનો ફૂલ લાઈટમાં આવી જતા ટ્રાફિક શાખાની મોબાઈલવાનના ડ્રાઈવરની આંખો હેડલાઈટના ફોકસથી અંજાય જતા અકસ્માત સર્જાયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application