Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

શિક્ષણ કાર્યને વધુ અસર ન પડે તે માટે ચાલુ વર્ષે શાળા પ્રવેશોત્સવ નહી યોજાયઃસરકારનો નિર્ણય

  • June 20, 2019 

વડોદરા,ગાંધીનગર:બાળકોનું વધુમાં વધુ પ્રમાણમાં નામાંકન થાય અને ડ્રોપઆઉટ રેશિયો ઘટે તેવા ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાંક વર્ષોથી નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવતો હોય છે પરંતુ આ વર્ષે શાળા પ્રવેશોત્સવ નહી યોજવાનો નિર્ણય સરકારે કર્યો છે.ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપિસ્થતિમાં કેબિનેટનની બેઠક મળી હતી અને તેમાં આ અંગેનો નિર્ણય લેવાયા બાદ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા સમક્ષ આ અંગે સત્તાવાર જાહેરાત કરી હતી.ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે,ચાલુ વર્ષે નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાંની સાથે જ વાયુ વાવાઝોડાની સંભવિત અગમચેતીના પગલે શાળાઓમાં ત્રણ દિવસ રજા રાખવામાં આવી હતી અને હવે શિક્ષણ કાર્યને વધુ અસર ન પડે તે માટે આ વર્ષે શાળા પ્રવેશોત્સવ રદ કરાયો છે.આ મુદ્દે તાપી જીલ્લા શિક્ષણ અધિકારીને પૂછતા તેમને જણાવ્યું હતું કે,અખબારોના માધ્યમથી જાણવા મળ્યું છે.અત્યાર સુધી કોઈ આદેશ/પરિપત્ર મળ્યો નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application