તાપીમિત્ર ન્યુઝ,નિઝર:નિઝર પોલીસ સ્ટેશનના મોબાઈલ ટાવરની બેટરી ચોરીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ બાતમીના આધારે વાંકા ચાર રસ્તા નજીકથી ઝડપી પાડી નિઝર પોલીસને સોંપ્યો હતો.સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો નિઝર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેઓને બાતમી મળી હતી કે નિઝર પોલીસ સ્ટેશનના મોબાઈલ ટાવરની બેટરી ચોરીના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી વોંટેડ આરોપી જાવેદ હુસ્નદીન શેખ રહે, આઝાદનગર,વરજીરોડની પાસે,ધુલિયા-મહારાષ્ટ્ર નાઓ નિઝર તાલુકાના વાંકા ચાર રસ્તા નજીક આવનાર છે.જે બાતમીના આધારે એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ જાવેદ શેખને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.(ફાઈલ ફોટો)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application