તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:વાલોડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.ડી.ખાંટને દેગામાં ગામે 2 લાખથી વધુના વિદેશી દારૂનો જથ્થો સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પકડવાની ઘટનામાં રાજ્યના ડીજીપીએ સસ્પેન્ડ કર્યા બાદ બાજીપુરા આઉટપોસ્ટના બે જમાદાર હેડકોન્સ્ટેબલ સંજયભાઈ જમશાભાઈ તથા હેડકોન્સ્ટેબલ સંદીપભાઈ સુરજીને સસ્પેન્ડ કરી દેવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.મળતી માહિતી અનુસાર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વાલોડ તાલુકાનાં દેગામાં ગામે શેરડીના ખેતર માંથી દરોડા પાડી બે લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.જે ઘટનામાં રાજ્યના ડીજીપીએ વાલોડ પોલીસ મથકના પીએસઆઈ એ.ડી.ખાંટને સસ્પેન્ડ કરી દીધા બાદ વાલોડ પોલીસ સ્ટેશનના બાજીપુરા આઉટપોસ્ટમાં ફરજ બજાવતા (1)હેડકોન્સ્ટેબલ સંજયભાઈ જમશાભાઈ (2)હેડકોન્સ્ટેબલ સંદીપભાઈ સુરજીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેતા તાપી જિલ્લા પોલીસબેડામાં ફફડાટ ફેલાય ગયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application