તાપીમિત્ર ન્યુઝ,નિઝર:ગ્રામપંચાયતના તલાટીક્રમ મંત્રી દ્વારા ગામના વિદ્યાર્થીઓને જાતિના દાખલા તેમજ અન્ય પ્રમાણપત્રો આપવામાં હેરાન ગતિ થતી હોવાની રાવ સાથે લોકોએ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તલાટીક્રમ મંત્રીની બદલીની માંગ કરી હતી.નિઝર તાલુકાનાં રાયગઢ ગ્રૂપ ગ્રામપંચાયતના તલાટીક્રમ મંત્રીની તાત્કાલિક બદલીની માંગ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.ગ્રામજનોએ જણાવ્યુ છે કે શાળા,કોલેજની શરૂઆત થતાં વિદ્યાર્થીઓને જતી આવકના દાખલા તેમજ જન્મના દાખલા વગેરેની જરૂર પડે છે તે આપવાની જગ્યાએ લોકોને હેરાન કરવામાં આવે છે.આ ઉપરાંત તલાટીક્રમ મંત્રી હાજર રહેતા નથી ઉપરાંત ગ્રામજનો સાથે તોછડું વર્તન કરે છે.તેમજ તલાટીકમ મંત્રી કુકરમુંડા તાલુકા મથકેથી આવે છે જેથી રોજ આવતા નથી તેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.જે બાબતને લઈને રાયગઢના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરી તલાટીક્રમ મંત્રીની તાકીદે બદલી કરવાની માંગ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application