તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:વાલોડ પોલીસ મથકના હદ વિસ્તાર માંથી સ્ટેટ મોનિટરીંગ સેલે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પડ્યા બાદ કરવામાં આવેલી કાર્યવાહીમાં પીએસઆઈ એ.ડી.ખાંટ ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેગામા ગામ માંથી સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે ઝડપી પાડેલા રૂપિયા બે લાખ પાંચ હજાર રૂપિયાનો વિદેશી દારૂના જથ્થા મામલે ફરજમાં બેદરકારી બદલ વાલોડ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એ.ડી.ખાંટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.પ્રાપ્ત વિગત મુજબ વાલોડ તાલુકાના દેગામા ગામની સીમમા સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે દરોડો પાડી દેગામા ગામે ખેતર માં સંતાડવામાં આવેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ રૂપિયા બે લાખ નો દારૂનો જથ્થો ઝડપી કબ્જે કર્યો હતો.સ્થાનિક પોલીસની જાણ બહાર થયેલા આ દરોડાથી ફરજમાં બેદરકારી દાખવવા બદલ વાલોડ ના પીએસઆઇ એ.ડી.ખાંટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.જેને લઈ બુટલેગરોને છાવરનાર ભ્રષ્ટપોલીસ કર્મીઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.આપને અહીં જણાવી દઈએ છીએ કે,સુરત આરઆરસેલ અને સ્ટેટ મોનીટરીંગ સેલ-ગાંધીનગરના સ્ટાફે વાલોડ પોલીસ મથકની હદ માંથી અનેક વખત મોટી માત્રા માં દારૂ ઝડપી પાડ્યો હતો.તેમછતા વાલોડ પંથકમાં માંથી મોટા પાયે વિદેશી દારૂ સપ્લાય અને વેચાણ કરવામાં આવતા સ્ટેટ મોનીટરીંગ સેલના સ્ટાફે દરોડા પાડી સ્થાનિક પોલીસના ગાલ પર તમાચો માર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application