Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રેતી માફિયાઓએ આપી ધમકી:ગાંધીનગર સુધી હપ્તા આપીએ છીએ,તમારે જે કઈ કરવાનું હોય તે કરી લો:ગ્રામજનોએ ઉચ્ચસ્તરીય ફરિયાદ કરી

  • June 18, 2019 

તાપીમિત્ર ન્યુઝ,નિઝર:નિઝર તાલુકો જાણે રેતી માફિયાઓનું હબ બની ગયું છે,અનેક ફરિયાદો,કાર્યવાહી છતાં ગેરકાયદેસર રેતી ખનન કરનારાઓને રદ્દી ભર પણ ફરક સુધ્ધા પડતો નથી.આખરે કોના છુપા આશીર્વાદથી રેતી માફિયાઓ ફાટી ને ધુમાડે ચઢ્યા છે,તે એક તપાસનો વિષય બન્યો છે.આજરોજ કેટલાક સ્થાનિક લોકોએ રેતી માફિયાઓ વિરુધ્ધ બાંયો ચઢાવી છે અને રેતી ખનન સ્થળના ફોટોગ્રાફસ સાથે મામલદાર સહિત મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે.

તાપી જીલ્લાના નિઝર તાલુકાના કોટલી ગામના સ્થાનિકોઓએ આજરોજ ગેરકાયદેસર રેતી ખોદકામ કરનારો વિરુધ્ધ સ્થાનિક કક્ષાથી લઇ મુખ્યમંત્રી સુધી લેખિતમાં ફરિયાદ કરી છે.તેમના જણાવ્યા અનુસાર,કોટલી ગામમાં ઘણા દિવસથી રાત્રી અને દિવસ ના સમયે ગેરકાયદેસર રીતે રેતી કાઢવાનું કામ ચાલી રહ્યું છે.પુછવા જતા ઉપરથી ધમકી આપી જણાવેલ કે,અમોએ ઉપર થી પરવાનગી લઇ ને આવેલ છે.અને આખી તાપી માથી ગમે ત્યાં થી અમો રેતી કાઠી શકીએ છીએ તમારે જે કઇ કરવાનું હોય તે કરી લો અમો કોઇના થી ડરતા નથી.અમો છેક ગાંધીનગર સુધી હપ્તા આપતા આવેલ છે.વધુમાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે,આ રેતી ના કારણે ગ્રામજનોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.ગામ માંથી કોઇપણ વ્યક્તિ ને રેતી કાઢવા માટે કાયદેસર ની લીજ આપવામાં આવેલ નથી તેમછતા અમારા ગામમાં દિવસ ના તેમજ રાત્રી ના ૧૧:૦૦ પછી ગેરકાયદેસર રેતી નુ ખનન (ચોરી) કરવામાં આવી રહ્યું છે.પેસા એક્ટ મુજબ જો કોઇપણ પછાત વિસ્તારમાં કોઇપણ જાતની લીજ આપતા પહેલા ગ્રામ સભાનો ઠરાવ લેવામાં આવે છે.તેમછતાં આજદિન સુધી કોઇપણ જાતની ગ્રામ સભા લેવામાં આવેલ નથી.કે,કોઇપણ ગ્રામ સભામાં ઠરાવ કરવામાં આવેલ નથી.તેમછતાં ભૂમાફિયા રાત-દિવસ અમારા ગામની સીમ માંથી રેતીનું ખનન કરતા આવેલ છે.તેથી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી,નહી તો આ લીજ માં વાપરવામાં આવતા તમામ સાધનોને નુકશાન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે,ત્યારે જોવાનું એ છેકે,ગેરકાયદેસર કરવામાં આવતી રેતી ખનનની પ્રવૃત્તિ ઉપર કેટલા સમયમાં બ્રેક લાગે છે અને કસુરવારો સામે ક્યા પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ છે તેતો આવનારો સમય જ બતાવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application