તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:તાપી નદી માંથી ગેરકાયદેસર રેતી ચોરી કરી સરકારને લાખો રૂપિયાનો ચૂનો ચોપડનાર રેતી-રોયલ્ટી ચોરટાઓ વિરુધ્ધ ખાણ ખનીજ વિભાગે લાલ આંખ કરી છે.સોનગઢના લીંબી ગામની સીમ માંથી પસાર થતી તાપી નદી માંથી ગેરકાયદેસર રેતી ખનન સ્થળ પર તા.13મી જુન નારોજ ખાણ ખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા.જેમાં નાવડી,ટ્રક,જેસીબી મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવતા સલમાન મલેક રહે,ઉકાઈ વર્કશોપ સેક્ટર-5,સોનગઢ નાએ ખાણ ખનીજ વિભાગની કામગીરીમાં રૂકાવટ ઉભી કરી,ગાળો બોલી નાશી છુટ્યો હતો.સમગ્ર બાબતે રોયલ્ટી ઇન્સ્પેકટરે ફરિયાદ કરતા ઉકાઈ પોલીસ મથકે 24 જણા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.તાપી નદી માંથી ગેરકાયદેસર રેતી ખનન કરનાર,રેતીનો જથ્થો ભરાવનાર,ટ્રક ચાલક અને માલિક સહિત 24 જણા સામે ગુનો રજીસ્ટર કરવામાં આવતા રેતી માફિયાઓમાં ભાગદોડ મચી જવા પામી છે.સ્થળ તપાસમાં 3067.03 મેટ્રિકટન રેતી જેની કી,રૂ.8,89,788/-ની રેતીની ચોરી કરી હોવાનું બાહર આવતા રેતી ખનનમાં ઉપયોગમાં લેવાયેલ નંગ-8 ટ્રકો,જેની કી.રૂ.48 લાખ,તથા નાવડી નંગ-1 કી.રૂ.2 લાખ,જેસીબી મિશન નંગ-1 કી.રૂ.25 લાખ મળી કુલ્લે રૂપિયા 75 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રેતી અને રોયલ્ટી ચોરટાઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા રેતી માફિયાઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.
કોની કોની સામે ગુનો રજીસ્ટર થયો ??
(૧)જીજે-05-વાયવાય-4442 નો ચાલક-ગોવિંદભાઇ મુરજીભાઇ વસાવા રહે,ખેરવાડા,તા.સોનગઢ જી-તાપી
(૨)હિતેશભાઇ અર્જુનભાઈ ચૌધરી રહે,બલાતતીર્થ,નિશાળ ફળીયુ તા-માંડવી જી-સુરત
(૩)જીજે-26-ટી-6423 નો ચાલક-સંજયભાઇ ભીમસીંગભાઇ ગામીત રહે,ચીજબરડી બંગલી ફળીયુ-વ્યારા
(૪)રસીકભાઈ દાલીપભાઇ ગામીત રહે,ઢોંગીઆંબા,દુર્ગા ફળિયું-વ્યારા
(૫)જીજે-15-વાયવાય-1484 નો ચાલક-રામુભાઇ શંકરભાઇ જવડીયા રહે,પઠણપાટી જી-નવસારી
(૬)પ્રતાપભાઇ ખૂથાલભાઇ પટેલ રહે,ભેંસદરા,પટેલ ફળીયું તા.ધરમપુર જી.વલસાડ
(૭)જીજે-15-યુયુ-1472 નો ચાલક સંજયભાઇ પટેલ રહે,નાના પોંડા,તા.કપરાડા જી-નવસારી
(૮)કલ્પેશભાઇ કાંતિલાલ પટેલ રહે,બારલીયા,બ્રાહ્મણ ફળિયું-ધરમપુર-વલસાડ
(૯)જીજે-18-એક્સ-8630 નો ચાલક સંજયભાઇ ભરતભાઇ ગામીત રહે,અમલસાડ ગામીત ફળિયું-માંડવી જી-સુરત
(૧૦)લલ્લુભાઇ સોનજીભાઇ ચૌધરી રહે,બલાલતીર્થ,સ્ટેશન ફળિયું,તા.માડવી-સુરત
(૧૧)જીજે-5-એવી-9241 નો ચાલક સન્્મુખભાઇ બાબુભાઇ ચૌધરી રહે,બલાલતીર્થ,તા,માડવી-સુરત
(૧૨)સતીષભાઇ બાબુભાઈ ચૌધરી રહે,બલાલતીર્થ,ડેરી ફળીયુ તા.માંડવી જી.સુરત
(૧૩)જીજે-16-એક્સ-9816 નો ચાલક વિકેશભાઇ વિનોદભાઇ ગામીત રહે,બાલપુર તા.વ્યારા-તાપી
(૧૪)સંજયભાઇ ભગુભાઇ ગામીત રહે,ખુરદી,ડુંગરી ફળીયું તા.વ્યારા-તાપી
(૧૫)જીજે-5-એટી-3040 નો ચાલક ઉક્કડભાઇ ગમનભાઇ રાઠોડ રહે,ખોચપારડી તા.બારડલી જી.સુરત
(૧૬)જયેશભાઇ ચંદુભાઇ મિસ્ત્રી રહે,બાબેન,પૂજા નગર-બારડોલી-સુરત
(૧૭)જેસીબી ઓપરેટર પ્રદિપકમાર વિશ્વનાથ પટેલ રહે,ચોહરા તા.લાલગંજ જી.મિર્ઝાપુર-યુપી
(૧૮)બીરેન્દ્ર બાબુલાલ તિવારી રહે,હેપ્પીહોમ-વ્યારા
(૧૯)નાવડી નો માલીક-ગુડ્ડુ અમિતચંદ નિસાદ રહે,કોડરા-યુપી
(૨૦)રૂમેઝભાઇ નુરૂભાઇ મલેક રહે,વ્યારા-તાપી
(૨૧)સલમાનભાઈ મલેક રહે,વર્કશોપ સેક્ટર-સોનગઢ
(૨૨)નારણભાઈ ગામીત રહે,લીંબી-સોનગઢ
(૨૩)રમણભાઈ ગુમાનસિંહ ગામીત રહે,લીંબી-સોનગઢ
(૨૪)વીરજીભાઈ ગામીત રહે,લીંબી-સોનગઢ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500