તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વાલોડ તાલુકાના ધામોદલા ગામના પટેલ ફળીયામાં રહેતા દિપકભાઇ હરીસીંગભાઇ આહિર નાઓ ગત તારીખ.9મી જુન નારોજ પોતાની હિરો પેશન પ્રો મોટર સાયકલ નંબર જીજે-26-બી-0249 લઇને વ્યારા મજુર લેવા જતા હતા.તે વેળાએ ઘાટાથી વ્યારા તરફ જતા રોડ ઉપર કટાસવાણ ગામની સીમમાં અરવિંદભાઇ ચૌધરીના ઘરના નજીક ઇનોવા કાર નંબર જીજે-03-બીએ-0770 ના ચાલકે પોતાની કબજાની ઈનોવા કાર પુર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી દિપકભાઇ આહિર ની મોટર સાયકલને અડફેટમાં લેતા દિપકભાઇને જમણા પગમાં તથા કમરના ભાગે ઇજા પહોચી હતી.તે સમયે ફરિયાદ નહી કરવા માટે બંને વચ્ચે સમાધાન થયું હોય,ઈનોવા કારના ચાલકે સમાધાન મુજબનુ વળતર નહિ ચુકવતા કાકરાપાર પોલીસ મથકે દિપકભાઇ હરીસીંગભાઇ આહિર નાઓની ફરિયાદના આધારે તા.13મી જુન નારોજ ઈનોવા કાર ચાલક વિરુધ્ધ ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application