તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ નગરમાં 50 માઈક્રોનથી ઓછી જાડાઈ વાળી થેલીઓ આપનારા દુકાનદારોને પાલિકાતંત્ર દ્વારા આજરોજ દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ મળી આવેલી થેલીઓ જપ્ત કરવામાં આવી હતી.તા.1-6-2019 થી સમગ્ર નગરપાલિકા વિસ્તારમાં 50 માઈક્રોનથી ઓછી જાડાઈ વાળી બેગ પર પ્રતિબંધ બાબતે રીક્ષા ધ્વારા પ્રચાર-પ્રસાર કરીને નગરજનો જાગ્રત કરવામાં આવ્યા હતા.તેમછતાં અમલ નહી કરવામાં આવતા નગરપાલિકાનો સ્ટાફ મનીષાબેન પાટીલ,અશોકભાઈ રાણા,જાવેદભાઈ પઠાણ તેમજ સફાઈ કર્મચારી,પટાવાળા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.છુટક દુકાનદારો,નાના મોટા વેપારીઓ તેમજ ઝબલાનો ધંધો કરતા વેપારીઓને ત્યા આકસ્મિક ચેકિંગ કરતા અંદાજે 25 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો તેમજ જુદાજુદા દુકાનદારો-વેપારીઓ પાસેથી કુલ રૂપિયા 2,000/-નો દંડ વસુલાત કરવામાં આવ્યો હતો.પાલિકા વિસ્તારમાં રોજેરોજ ચેકિંગ હાથ ધરવામાં આવશે તેમજ 50 માઈક્રોનથી ઓછી જાડાઈ વાળી થેલીઓ ગ્રાહકોને આપતા દુકાનદારો પકડાય તો સ્થળ ઉપર દંડ વસુલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application