Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લામાં વનવિભાગના કર્મચારીઓ અને ગ્રામજનો વચ્ચે ઝપાઝપી:સરકારી જીપ સળગાવી દેવાનો પ્રયાસ

  • June 14, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ તાલુકાની વાજપુર રેજના સાતકાશી ગામમાં વન વિભાગે તા.૧૨મી જુન નારોજ બાતમીના આધારે રેડ કરી હતી.રેડ દરમિયાન વાજપુર રેન્જના સ્ટાફ સાથે ૨૦ નંગ સાગી પાટડી કબજે લઇ સરકારી બોલેરો જીપ નંબર.જીજે-૨૬-જી-૦૬૭૩ માં મૂક્યા હતા.તે સમયે ક્રિષ્ના વસાવા ત્યાં આવી પહોંચ્યો હતો.અને તેણે વન વિભાગના કર્મચારીઓ સાથે બોલાચાલી કરી મારવાની ધમકી આપી સરકારી જીપની ચાવી કાઢી લઈ ગામલોકોને બોલાવી સાગી લાકડાં જીપ માંથી ઉતારી પોતાના ઘરની આસપાસમાં સંતાડી દીધા હતા.આ દરમિયાન ક્રિષ્ના વસાવાએ ગામલોકોને વન વિભાગના કર્મચારીઓને મારવા ઉશ્કેરી કેરોસીન લાવી જીપ સળગાવવાનો પ્રયાસ ક્યો હતો.તે સમયે વન વિભાગના કર્મચારીઓ અને સ્થાનિકો વચ્ચે ઝપાઝપી થઇ હતી.વન વિભાગના કર્મચારીઓ જીપને સળગાવાતી બચાવવામાં સફળ રહ્યા હતા.વન વિભાગ અને સ્થાનિકોના ૪૦ થી ૫૦ લોકોના ટોળા વચ્ચે તંગદિલી સર્જાઇ હતી.જોકે ઘટનાની જાણ થતા પોલીસ અને વન વિભાગનો વધુ સ્ટાફ બપોરે ૧૨:૩૦ વાગ્યાના અરસામાં ઘટનાસ્થળે પહોંચતા ક્રિષ્ના વસાવા ભાગી છૂટ્યો હતો.વન વિભાગે ફરી શોધખોળ કરીને ૧૦ નંગ સાગી પાટડી કબજે લીધી હતી.જોકે સંતાડી દેવાયેલા ૧૦ નંગ સાગી પાટડી વનવિભાગને ફરી મળી ન હતી.વન વિભાગે ક્રિષ્ના વસાવા સામે રિઝર્વ ફોરેસ્ટ માંથી ઇમારતી લાકડા કાપવા તેને સંગ્રહ કરી વેચવાનો ધંધો કરવા બાબતે ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.સાથે વન વિભાગના કર્મચારીઓ સાથે બોલાચાલી કરી ગામલોકોને ઉશ્કેરી મારવાની ધમકી આપવા તેમજ સરકારી ગાડી સળગાવવાનો પ્રયાસ કરવા બદલ પણ વન વિભાગે ક્રિષ્ના સાવા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application