તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:આગામી તા.૧૩ થી ૧૫મીજૂન દરમિયાન સમગ્ર રાજયમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન રાજગય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.તાપી જિલ્લામાં આગામી તા.૧૩ થી ૧૫મી,જૂન દરમિયાન યોજાનારા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ દરમિયાન ૬૯૦૧ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવશે.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરફથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં ૮૦૨ કુમાર અને ૪૪૧ કન્યામળી ૧૨૪૩,વ્યારા તાલુકામાં ૭૮૪ કુમાર અને ૮૯૦ કન્યા મળી ૧૬૭૪,ડૉલવણ તાલુકામાં ૪૫૭ કુમાર અને ૩૮૪ કન્યા મળી ૮૪૧,સોનગઢ તાલુકામાં ૮૧૫ કુમાર અને ૭૭૪ કન્યા મળી ૧૫૮૯,ઉચ્છલ તાલુકામાં ૩૦૯ કુમાર અને ૩૬૩ કન્યા મળી ૬૭૨,નિઝર તાલુકામાં ૩૧૯ કુમાર અને ૩૧૮ કન્યા મળી ૬૩૭અને કુકુરમુન્ડા તાલુકામાં ૧૦૯ કુમાર અને ૧૩૬ કન્યા મળી ૨૪૫ બાળકો મળી તાપી જિલ્લામાં ૩૫૯૫ કુમાર અને ૩૩૦૬ કન્યાઓ મળીને કુલ ૬૯૦૧ બાળકોને રંગે ચંગે શાળા પ્રવેશ કરાવવામાં આવશે એમ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરફથી જણાવાયું છે.
high light-તા.૧૩થી ૧૫મી જૂન દરમિયાન તાપી જિલ્લામાં યોજાશે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application