તાપીમિત્ર ન્યુઝ,વ્યારા,માંડવી:માંડવીના બલાતીર્થ અને મગતરા ગામની સીમ માંથી પસાર થતી તાપી નદી માંથી ગેરકાયદેસર રેતી ખનન કરી સરકારને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડનારાઓના રેતી ખનન સ્થળ પર તાપી જીલ્લા અને સુરત જીલ્લાના અધિકારીઓ સહિત ખાણ ખનીજ વિભાગની પાંચ ફ્લાઈંગ સ્કોડની ટીમોએ 20થી 25 જેટલા પોલીસ જવાનોની મદદથી દરોડા પાડ્યા હતા.દરોડામાં મામલતદાર અને એસડીએમની પણ મદદ લેવામાં આવી હતી.જેને લઇ રેતી ચોરટાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે.
ખાણ ખનીજ વિભાગના એક અધિકારી પાસેથી મળતી માહિતી અનુસાર સુરત જીલ્લાના માંડવી તાલુકામાં બલાતીર્થ અને મગતરા વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતું રેતી ખનન સ્થળ પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં બલાતીર્થ સાઈટ પરથી રેતી ભરેલી ટ્રકો સહિત બાઝ નાવડીઓ પણ જપ્ત કરવામાં આવી હતી તેમજ મગતરા સાઈટ પરથી ટ્રકો અને રેતી ખનન કરતી મળી આવતા કુલ 17 ટ્રકો સીઝ કરી મળી આવેલી બાઝ નાવડીઓ સહિત નાની નાવડીઓમાં કાણા પાડી નદીના પાણીમાં જ ડુબાડવામાં આવી રહી છે.અત્યારે સુધી પાંચ નાવડીઓ ડૂબી ચુકી છે ત્રણ નાવડી ડુબાડવાની કામગીરી ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.પાંચ ફ્લાઈંગ સ્કોડની ટીમો તથા તાપી અને સુરત જીલ્લા-ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ,પોલીસ ખાતાના જવાનો સહિત સ્થાનિક મામલતદાર તેમજ એસડીએમ સહિત 70થી વધુ કર્મચારીઓ સાથે અધિકારીઓએ દરોડા પાડ્યા હતા.જેમાં અત્યાર સુધી ટ્રકો,નાવડી મળી આશરે 3 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.અહીં આપને જણાવી દઈએ છીએ કે,થોડા સમય પહેલા જ ડ્રોન કેમેરાની મદદથી તાપી નદીમાં ચાલતું ગેરકાયદેસર રેતી ખનન પર સર્વે કરવામાં આવ્યું હતું,જેમાં રેતી માફિયાઓનું એક ઝુંડ ગેરકાયદેસર રેતી ખનન કરતું હોવાનું ડ્રોન કેમેરામાં કેદ થઈ ગયું હતું.ત્યારે આજરોજ પાડવામાં આવેલા દરોડામાં પણ બે ડ્રોન કેમેરા મદદ લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.હાલ તાપી નદી કિનારે બલાતીર્થ અને મગતરામાં તપાસમાં ધમધમાટ જોવા મળી રહ્યો છે,જેને લઇ માથાભારે રેતી ચોરટાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application