ભરત શાહ દ્વારા,તાપીમિત્ર ન્યુઝ-રાજપીપળા:નર્મદા જિલ્લાના પોઇચા ભાઠા માંથી કરોડો ની રેતી ઉલેચી જવાના કૌભાંડ બાદ બીજું એક માટી કૌભાંડ જે કેવડિયા ખાતે બની રહેલ ટ્રાયબલ મ્યુઝિયમ ની જગ્યા માંથી 5.75 લાખ મેટ્રિક ટન માટી ચોરી થઈ જે અંગે ખાણખનીજ વિભાગના માઇન્સ સુરવાઇઝ દીપેશ દિવેટિયા એ ગરુડેશ્વર પોલીસને અરજી આપી જોકે આ તાપસનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે મુખ્ય મંત્રીએ પોઇચા અને ગરુડેશ્વર રેતી,માટી બંને કૌભાંડ ની તપાસ સોંપી છે.પરંતુ આ કૌભાંડ ની તપાસ સીબીઆઈને સોંપાય એવી માંગ નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા અને બીટીપીના જિલ્લા અધ્યક્ષ બહાદુર વસાવાએ કરતા રાજકારણ ગરમાયુ છે,બહાદુર વસાવાએ પોતાના લેટરપેડ પર જણાવ્યું છેકે,ટ્રાયબલ મ્યુઝિયમ માટી ચોરી પ્રકરણમાં જે તે સમયના કલેકટર આર.એસ.નીનામાએ દિનેશના પુત્ર મોન્ટુ નામના વ્યક્તિને સોંપીને કરાવેલ છે.અને આ કામે રાતોરાત બે પુલિયા બનાવવાનું કામ હતું આ કામમાં કલેકટરએ સાત કરોડ રૂપિયાની ટકાવારી લેતી દેતી કરી હતી.પ્રથમ હપ્તો કલેકટરના ખાતામાં ચેક દ્વારા નાખવામાં આવેલ.બીજો હપ્તો તેમને તેમના શાળાના NGO ને કામ મળે તે હેતુથી તેમના ખાતામાં નાંખવાની વાત કરેલ આ બાબતે દિનેશભાઈએ સરકારને રજૂઆત કરેલ છે અને સદરહુ જમીન નાયબ કલેકટર તથા પ્રાયોજના વહીવટદાર ના નામે આવેલ છે.આદિવાસઓની સંસ્કૃતિ જળવાઈ તે હેતુ માટેના મ્યુઝિયમ ની જમીનની માટી વેચી ખાતા આદિવાસી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડેલ છે.જેથી આ કૌભાંડની તપાસ સીબીઆઈ દ્વારા થાય તો આખી તપાસમાં દૂધ નું દૂધ અને પાણીનું પાણી થાય.દિન સાતમાં તપાસ નહી સોંપાઈ તો કચેરીએ આદિવાસી સમાજ દ્વારા અચોક્કસ મુદ્દત માટે ધરણાનો કાર્યક્રમ આપવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.માટી કૌભાંડમાં પૂર્વ કલેક્ટર આર.એસ નિનામા અને પૂર્વ ભાજપ અગ્રણી દિનેશભાઇનો છોકરો મોન્ટુ હોવાના આક્ષેપ થી ભાજપ આગેવાનો અને અધિકારીઓમાં સોંપો પડી ગયો છે.નર્મદા જિલ્લાનાં રેતી અને માટી ભૂખ્યાં ભાજપના કેટલાક નેતા અને અધિકારીઓએ નરેન્દ્રભાઈ મોદીનાં સ્વપ્ન સમાન ટ્રાયબલ મ્યુઝિયમ માંથી 7.13 કરોડની કિંમતની 4.75 લાખ મેટ્રિક ટન માટી ચોરી ગયા.અને પોઇચા માંથી 5000 હાઇવા અંદાજિત 4.5 કરોડ ની કિંમતના હોય આ બંને કૌભાંડ માટે એકની પોલીસમાં ફરિયાદ ખાણ ખનીજ વિભાગે આપી છે જયારે બીજી ફરિયાદ હવે ક્યારે આપે છે એ જોવું રહ્યું.
high light-આજે આદિવાસી મ્યુઝિયમ બની રહ્યું છે જેમાં માટી ચોરી અને પોઇચા ખાતે થી રેતી ખનન થયું જે ગંભીર બાબત છે,સ્થાનિક નેતાઓ તપાસ અધિકારીઓ પર દબાણ કરે એના કરતા સીબીઆઈને તપાસ સોંપાઈ એ જરૂરી છે અને જે પણ નેતા હોય કે અધિકારી આમાં સંડોવાયેલો હોય તેની સામે કડક પગલાં ભરવા જોઈએ >>> પી.ડી.વસાવા-નાંદોદ ધારાસભ્ય
high light-ગરુડેશ્વર આદિવાસી મ્યુઝિયમ સર્વે નંબર 235/1/બ પૈકીની 1 લાખ ચોરસ મીટર જમીનમાંથી 7.13 કરોડની કિંમતની 4.75 લાખ મેટ્રિક ટન માટી ચોરી કોઈ અજાણ્યા ઈસમો કરી ગયા હોવાની ખાણ ખનીજ વિભાગે ફરિયાદ આપી છે જેમની અરજી માં જરૂરી પુરાવા અને માહિતી નથી જેથી તેમની સાથે પરામર્શ કરી જરૂરી વિગત ભેગી કરી તપાસ કરી ફરિયાદ નોંધાશે હાલ તપાસ ચાલુ છે.ખાણ ખનીજ વિભાગ પાસે અન્ય માહિતી માંગી છે. >>>અચલ ત્યાગી-એ.એસ.પી કેવડિયા
high light-નર્મદામાં લાખો મેટ્રિક ટન માટી અને રેતી ચોરીનું કૌભાંડમાં નેતાઓ અને અધિકારીઓની મિલિભગતને લઈને સીબીઆઈ તપાસની માંગ....
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application