Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાયેટરી સપ્લીમેન્ટમાં મીથાઈલ કોબાલ્માઇન પર પ્રતિબંધ:રાજ્યભરમાં દરોડા-ચાર કંપનીમાંથી રૂપિયા ૧૭.૭૦ લાખનો જથ્થો જપ્ત

  • May 29, 2019 

તાપીમિત્ર ન્યુઝ,:પૂરક પોષણ આપતી દવાઓ કે જેને ન્યુટ્રાસ્યુટીકલ્સ કે ડાયેટરી સપ્લિમેન્ટ ફુડ કહેવામાં આવે છે. આવી દવાઓમાં વપરાતામિથાઇલ કોબાલ્માઇનના ઉપયોગ પર પ્રતિબંધ છે. માટે રાજ્યવ્યાપી દરોડા કરીને ચાર કંપનીમાંથી રૂપિયા ૧૭.૭૦ લાખનો જથ્થો જપ્ત કરીને નમૂનાઓ પૃથક્કરણ માટે મોકલી અપાયા છે,એમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરશ્રી દ્વારા જણાવાયુ છે.કમિશનરશ્રી દ્વારા જણાવાયાનુસાર ડાયેટરી સપ્લીમેન્ટ,ન્યુટ્રાસ્ટીકલ્સની બનાવટમાં ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ નીચેમિથાઇલ કોબાલ્માઇનનો ઉપયોગ કરી શકાય નહિં.આમ છતાં ડાયેટરી સપ્લીમેન્ટ,ન્યુટ્રાસ્ટીકલ્સ બનાવવામાંમિથાઇલ કોબાલ્માઇનનો ઉપયોગ કરી રહેલ રાજ્યની ચાર કંપનીઓ પર તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં()મે.મેકસ ન્યુટ્રાસ્ટીકલ્સ,રતનપુર,સાંતેજ,જિ.ગાંધીનગર() મે.મેક્સોલ લાઇફસાફન્સ, સાંતેજ,જિ.ગાંધીનગર()મે. વોલપર હેલ્થકેર, સાંતેજ, જિ.ગાંધીનગર તથા ()જેનમેડ લાઇફસાયન્સ,વડોદરા સદર ઘટકનો ઉપયોગ કરતી જણાયેલ.જેની તપાસ કરી આવી બનાવટોના નમુના લઇ અને બાકીનો જથ્થો જપ્ત કર્યો હતો.જેની અંદાજિત કિંમત રૂ.૧૭,૭૦,૯૦૦/- થાય છે.લીધેલ નમુના પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપે છે.તંત્ર દ્વારામિથાઇલ કોબાલ્માઇન નો ઉપયોગ કરનાર કંપનીઓ પર હજુ પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે,જેને લઇ મિથાઇલ કોબાલ્માઇન નો ઉપયોગ કરનારાઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application