તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:સોનગઢ પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનાનો તેમજ ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીઓને તાપી એલસીબીએ બાતમીના આધારે સોનગઢ બાપા સીતારામ નગર ખાતેથી ઝડપી પાડ્યો હતો.તેમજ લૂંટના ગુનામાં તેના સહ આરોપીને પણ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ તાપી લોકલ ક્રાઈમ બ્રાંચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન તેઓને મળેલ બાતમીના આધારે વોચ ગોઠવી તોહિદ નામના આરોપીને ઝડપી પાડ્યો હતો.અને તેની પૂછતાછ દરમ્યાન લૂંટના ગુનામાં સહ આરોપી તેનો મિત્ર મકસૂદ અલ્લારખા શેખ રહે,સોનગઢ મુસ્લિમફળિયા નો હોવાનું જણાવતા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ તેને સોનગઢ ખાતેથી ઝડપી પાડ્યો હતો.આ બંને આરોપીએ લૂંટના ગુનામાં ઉપયોગમાં લીધેલ એક મોટરસાયકલ નંબર જીજે-૧૯-એન-૧૩૩૪ નો રજીસ્ટ્રેશન નંબર આર.ટી.ઑ વ્યારા ખાતે તપાસ કરાવતા આ મોટરસાયકલનો સાચો નંબર જીજે-૨૬-ડી-૨૨૬૯ નો હોવાનું પોલીસ તપાસમાં બાહર આવ્યું હતું.જે અંગે વધુ તપાસ કરતાં આ મોટરસાયકલ ગત તા.૨૬મી ઓક્ટોબર ૨૦૧૮ ના રોજ વ્યારા નક્ષત્ર હાઇટ્સ નજીકથી ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.આરોપીઓની વધુ પૂછપરછ દરમિયાન આ મોટરસાયકલ તેના મિત્ર મોહમદ માઝ ઉર્ફે ટાઈગર મોહમદઅલી સૈયદ રહે,સોનગઢ મુસ્લિમ ફળિયું નાઓ સાથે મળી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application