તાપીમિત્ર ન્યુઝ,ઉચ્છલ:ઉચ્છલના કટાસવાણ માંથી ગેરકાયદેસર સપ્લાય કરાતા સાગી સાઇઝ ભરેલો ટોયાટા કવોલીસને વનવિભાગની ટીમે ઝડપી પાડી રૂ. ૫૬,૦૪૦/- ના લાકડાં સહિત રૂ. ૧,૩૬,૦૪૦નો મુદામાલ જપ્ત કર્યો હતો.વ્યારા વન વિભાગની નેસુ પશ્ચિમ રેંજનો સ્ટાફ તા.ર૭ની રાત્રિએ નાઇટ પેટ્રોલિંગમાં હતા.તે દરમિયાન રાત્રિના અરસામાં કટાસવાણ ગામ માંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી ટોયાટા કવોલીસનો વન વિભાગે પીછો કરતા કવોલીસ ચાલક વાહન છોડીને અંધારામાં ફરાર થઇ ગયો હતો.વન વિભાગની ટીમે સ્થળ ઉપર પહોંચી તપાસ કરતા કવોલીસ નંબર જીજે-૧૯-એ-૪૯૩૩ માં સાગી સાઇઝ ભરીને લઈ જવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું.પાસ પરવાનગી વિનાની સાઇઝ નંગ-૨૦ ઘનમીટર-૧૪૦૧ જેની અંદાજિત કિંમત રૂ.૫૬,૦૪૦/- તથા કવોલીસ રૂ.૮૦,૦૦૦/- મળી કુલ ૧,૩૬,૦૪૦/- નો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500