તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના રાણીઆંબા ગામના પટેલ ફળીયામાં રહેતો ૨૨ વર્ષીય યુવક પ્રિતેશભાઇ સુરેશભાઈ ગામીત આજરોજ સવારે ૧૧:૧૫ કલાકના અરસામાં પોતાના ક્બ્જાનું ટ્રેક્ટર નંબર જીજે-૧૬-સી-૯૦૨૭ તેમજ ટ્રેકટર પાછળનું પાણીનું ટેન્કર નંબર જીજે-૩૮-ટીસી-૦૦૫ ને લઈને રાણીઆંબા ખાતે પાણી ખાલી પરત પાણી ભરવા જતી વખતે રાણીઆંબા-રૂપવાડા ગામ તરફ જતા રસ્તા ઉપર ટ્રેક્ટર પલટી જતા અકસ્માત સર્જાયો હતો.ટ્રેકટર ચાલક પ્રિતેશભાઇ ગામીત વિલ નીચે દબાઈ જતા તેને શરીરે ગંભીર ઈજાઓ પહોચી હતી.અકસ્માત સ્થળ પર દોડી આવેલા લોકોએ ઈમરજન્સી સેવા ૧૦૮ અને પોલીસને જાણ કરી હતી.ઘટના સ્થળ પર પહોચેલી ૧૦૮ મારફત સોનગઢ રેફરલ હોસ્પીટલમાં સારવાર અર્થે લઇ ગયા બાદ યુવકનું મોત નીપજ્યું હતું.ઈમરજન્સી સેવા ૧૦૮માં યોગ્ય સુવિધાના અભાવે મોત થયું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો.ગામના લોકોએ આરોગ્ય વિભાગના ડોક્ટરો સામે આક્રોશ દર્શાવ્યો હતો.બનાવ અંગે સુરેશભાઈ સુરજીભાઈ ગામીત રહે,પટેલ ફળિયું-રાણીઆંબા-સોનગઢ નાઓની ફરિયાદને આધારે અકસ્માત મોત બનાવ રજીસ્ટર કરી આગળની વધુ તપાસ સોનગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.ઝેડ.ભોયા નાઓ કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application