તાપીમિત્ર ન્યુઝ,નિઝર:નિઝર ઉચ્છલ સ્ટેટ હાઇવે પર મૌલીપાડાના ત્રણ રસ્તા નજીક રોડ પર એક ટ્રક નંબર જીજે -૧૯-વી-૨૩૮૬ માં રેતી ભરી ઉચ્છલ તરફ જતા હતા ત્યારે રાત્રીના સમયે રેતીની ટ્રકમાં પંકચર પડતા ટ્રકનું ટાયર બદલવાની કામગીરી ચાલુ હતી તે દરમ્યાન નિઝર તરફથી આવતી મારુતિ વાન કાર્ગો નંબર જીજે-૫-એઝેડ-૯૯૫૭ નો ચાલાક હિતેષભાઇ લલ્લુભાઇ હળપતિ રહે,કુંભિયા-વાલોડ,જી.તાપી નાઓ ટ્રકના પાછળના ભાગે ટક્કર મારતા મારુતિવેનમાં બેસેલ અન્ય એક ઈસમ વિજય સુમનભાઈ ગામીત રહે,કોસંબીયા તા.વાલોડના તથા ચાલાક હિતેષભાઇ બંને ઈસમો વેનના આગળના ભાગ સાથે કેબિનમાં ફસાઈ ગયા હતા,ચાલક હિતેશભાઈને છાતીના ભાગે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું,અને કેબિનમાં બેસેલ અન્ય ઇસમ વિજયભાઈને માથાના ભાગે તથા હાથ પગ પાર ફેક્ચર થતા ગંભીર ઈજાઓ પહોંચતા પ્રથમ નિઝર અને ત્યારબાદ વ્યારા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા,બંને ઈસમોને વૅનમાંથી બહાર કાઢવા કેબીનના પતરાઓ કાપીને કાઢવામાં લગભગ બે થી વધુ કલાકનો સમય ગયો હતો,બનાવ અંગે રાકેશભાઈ રાયસીંગભાઇ ગામીત રહે,લખાલી આશ્રમફાળીયુ,તા.વ્યારાનાઓએ નિઝર પોલીસ મથકે ફરિયાદ કરી હતી જેમની ફરિયાદને આધારે બનાવ રજીસ્ટર કરી આગળની વધુ તપાસ પીએસઆઈ આર.સી.વસાવા કરી રહયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500