ડાંગ જિલ્લાનાં વધુ એક અકસ્માતનો બન્યો છે, જેમાં માણિકપુંજથી પીકઅપમાં સાપુતારાનાં તળેટી વિસ્તારમાં આવેલ માલેગામ ખાતે લગ્નમાં જાન લઈ જઈ રહ્યા હતા તે સમયે સાપુતારા ઘાટમાં પીકઅપ પલ્ટી જતાં ૧૩ જાનૈયાઓને ઈજા થઈ હતી. જેમાં પાંચની હાલત ગંભીર જાણવા મળ્યું હતું. મળતી માહિતી મુજબ, નાસિક જિલ્લાનાં નાંદગાવ તાલુકાનાં માણિકપુંજથી પિકઅપમાં ૧૫થી વધુ જાનૈયાઓ સાપુતારાની તળેટીય વિસ્તારમાં આવેલા માલેગામ ખાતે લગ્નમાં જવા નીકળ્યા હતા. જયારે પીકઅપ ગાડીના ચાલક ગણેશભાઈ ચંદુભાઈ થોરાટે મહારાષ્ટ્ર અને સાપુતારાની સરહદની વચ્ચે આવેલ થાનાપાડા ગામ પાસે ચા પાણી અને નાસ્તો કરવા માટે પીકઅપ ગાડી ઉભી રાખી હતી.
તે સમયેએ એક ભાઈ તેઓને મળવા માટે આવ્યા હતા. તેનું નામ મીનેશભાઈ રામદાસભાઈ બાગુલ (રહે.નવાગામ, સાપુતારા)નો હોવાનું જણાવ્યું હતું. તેવો પીકઅપ ચાલકને જણાવ્યું હતું કે, આગળ પોલીસવાળા ઉભા છે. જેથી પીકઅપ ગાડી મને ચલાવવા આપો એટલે હું ગાડીને પાસ કરાવી દઉં. આ વાતથી સમંત થઈ ચાલકે થાણાપાડાથી પીકઅપ ગાડી મીનેશને ચાલવવા આપી હતી. જેમાં સાપુતારા ચેકપોસ્ટ પાસ કરી સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા થાટમાર્ગનાં ગણેશ મંદિર નજીકનાં વળાંકમાં ચાલક મીનેશભાઈ બાગુલે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો.
જેથી પીકઅપ ગાડી પલ્ટી મારી જતાં ગાડીમાં પાછળ ફાલકામાં બેસેલા જાનૈયાઓનાં રડારોડથી સમગ્ર વાતાવરણ ગુંજી ઊઠયુ હતું. આ ઘટનાની જાણ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ. ટીમને થતા પોલીસની ટીમ તુરંત જ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અહીં માર્ગમાંથી પસાર થતા વાહન ચાલકો અને પોલીસની ટીમે મદદે આવી ઇજાગ્રસ્તોને તાત્કાલીક સારવારના અર્થે શામગહાન સી.એચ.સી ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. જયારે આ અકસ્માતમાં સવિતાબેન ભાવસાહેબ વાઘ, વૈશાલીબેન સુનિલભાઈ સેળકે, ઓમ સુનિલભાઈ સેળકે, ગણેશ રંગનાથ જાદવ, રંગનાથ જગનાથ ટુપે, રાજેન્દ્ર નાના દળેકર, દિપકભાઈ દાદાસાહેબ ગોડશે, સંગીતા ઉજજેન વાઘ, સંગીતા મોહન વાઘ, તાઈબાઈ જ્ઞાનેશ્વર વાઘ, જ્ઞાનેશ્વરભાઈ વાઘ, સુનિલભાઈ સેળકે અને વૈશાલીબેન સેળકે (તમામ રહે.માલિકપુંજ)ને શરીરનાં ભાગે નાની મોટી ઇજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવારનાં અર્થે શામગહાન સી.એચ.સીમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પાંચ ઈસમોની હાલત ગંભીર જણાતા તેમાના ચારને વધુ સારવાર માટે આહવા સિવિલ હોસ્પિટલમાં અને એક ઈજાગસ્તને ખાનગી વાહનમાં નાસિક ખાતે ખસેડવાની તજવીજ હાથ પરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500