ભારતમાં કોરોનાનાં 13,313 નવા કેસ સામે આવતા કોરોનાનાં કુલ કેસોની સંખ્યા વધીને 4,33,44,958 થઇ ગઇ છે. બીજી તરફ દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા વધીને 83,990 થઇ ગઇ છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.
કોરોનાને કારણે વધુ 38 મોત નોંધવામાં આવતા કોરોનાનો કુલ મૃત્યુઆંક વધીને 5,24,941 થઇ ગયો છે તેમ આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસોમાં 2303 કેસોનો વધારો નોધવામાં આવ્યો છે. દૈનિક પોઝિટીવ રેટ 2.03 ટકા અને સાપ્તાહિક પોઝિટીવ રેટ 2.81 ટકા થયો છે.
રાષ્ટ્રવ્યાપી કોવિડ-19 રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના 196.62 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં નોંધવામાં આવેલા 38 મોત પૈકી 20 કેરળમાં, ચાર ઉત્તર પ્રદેશમાં, ત્રણ દિલ્હીમાં, ત્રણ મહારાષ્ટ્રમાં, બે પંજાબંમાં, બે પશ્ચિમ બંગાળમાં તથા એક-એક મોત હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને મિઝોરમમાં નોધવામાં આવ્યું છે.
આ દરમિયાન આજે કેન્દ્રીય આરોગ્ય પ્રધાનની અધ્યક્ષતામા કોરોનાના વધી રહેલા કેસો અંગે બેઠક મળી હતી. આ બેઠકમાં કોરોના ટેસ્ટિંગનું પ્રમાણ વધારવા અને કેસોની સંખ્યા પર ઝીણવટભરી નજર રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500