તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:બારડોલી લોકસભા બેઠકની મતગણતરી સોનગઢ દસેરા કોલોની માર્ગ પર આવેલ સરકારી કોલેજ ખાતે શરૂ થઈ છે.પોસ્ટલ બેલેટની મતગણતરી પૂર્ણ થયા બાદ ઇવીએમની ગણતરી શરૂ થઈ છે.જેમાં ભાજપના ઉમેદવાર પરભૂભાઈ વસાવા સૌથી આગળ હોવાનું જાણવા મળ્યું છે.
High light-એક નજર-વ્યારા વિધાન સભામાં કોંગ્રેસ ૧૯૫૨ મતની લીડ, નિઝરમાં ૧૫૫ મતની લીડ, માંડવીમાં ૧૭૫૦,મહુવામાં ૧૨૨ મતની લીડ જ્યારે ભાજપને કામરેજમાં ૩૩૦૦,બારડોલીમાં ૨૪૪૫,માંગરોળમાં ૨૪૦૦ મતની લીડ મળી છે.એમ ભાજપ પ્રથમ રાઉન્ડના અંતે ૪૧૦૦ મતની લીડથી આગળ ચાલી રહ્યું છે. જેમ જેમ મતગણતરીના રાઉન્ડ આગળ વધી રહ્યા છે તેમ તેમ ભાજપાની લીડ વધી રહી છે ત્રીજા રાઉન્ડના અંતે ૩૩૦૦૦ મતોથી ભાજપના પ્રભુ વસાવા આગળ ચાલી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500