તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:બારડોલી લોકસભા બેઠકમાં ચૂંટણી સમયે વિવિપેટ તેમજ કંટ્રોલ યુનિટ બદલાયા હોવાનો આક્ષેપ સાથેની અરજી કોંગ્રેસના ઉમેદવારના ચૂંટણી એજન્ટ દ્વારા ચૂંટણી અધિકારી ને કરાઈ છે,જેને લઈ બારડોલી લોકસભા વિસ્તારનું રાજકારણ ગરમાયુ છે,બારડોલી લોકસભા બેઠકના કોંગ્રેસ ના ઉમેદવાર ડો.તુષાર ચૌધરી ના ચૂંટણી એજન્ટ દ્વારા આ બેઠકના ચૂંટણી અધિકારીને ફરિયાદ કરવામાં આવી છે કે આ બેઠકમાં સમાવિષ્ટ કામરેજ વિધાનસભામાં ચૂંટણી દરમ્યાન બગડેલા બે વિવિપેટ અને બે કંટ્રોલ યુનિટ ની જગ્યાએ રિઝર્વ મશીનો આવ્યા હતા જેના નમ્બરો ચૂંટણી વિભાગે આપેલ યાદી સાથે મેચ થતા નથી, જેની યોગ્ય તપાસ કરવામાં આવે , બીજું આ લોકસભા બેઠકમાં સાત વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે,તેમાં પણ 349 જેટલા વિવિપેટ,કંટ્રોલ યુનિટ અને બેલેટ યુનિટ ની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસના ઉમેદવાર ડો.તુષાર ચૌધરી દ્વારા કરવામાં આવી છે,(સાંકેતિક તસ્વીર)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application