Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ કોલેજ ખાતે ૨૩-બારડોલી સંસદીય બેઠકની મતગણતરી:તમામ તૈયારીઓ પૂર્ણ-ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

  • May 22, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૧૯ની ૨૩-બારડોલી બેઠકની મતગણતરી ૨૩મી મે નારોજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,સોનગઢ ખાતે સવારે ૦૮:૦૦ કલાકથી શરૂ થશે.બેઠકમાં સમાવિષ્ઠ સાત વિધાનસભા વિસ્તારની ૧૬૧ રાઉન્ડમાં મતગણતરી યોજાશે. સૌથી વધુ ૩૬ રાઉન્ડ મતગણતરી કામરેજ વિધાનસભા મતવિસ્તારની થશે.૨૩-બારડોલી સંસદીય બેઠકના ચૂંટણી અધિકારીની સીધી નિગરાની હેઠળ યોજાનારી આ મતગણતરી સુપેરે પાર પડે એ માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.બારડોલી સંસદીય બેઠકમાં સમાવિષ્ઠ વિધાનસભા મતવિસ્તાર પ્રમાણે જોઇએ તો ૧૫૬-માંગરોળ વિધાનસભા બેઠકના ૨૫૬ મતદાન મથકોની ૧૯ રાઉન્ડ,૧૫૭-માંડવીના ૨૯૫ મતદાન મથકોની ૨૨,૧૫૮-કામરેજ ૫૦૦ મતદાન મથકોની ૩૬,૧૬૯-બારડોલીના ૨૬૭ મતદાન મથકોની ૨૦,૧૭૦-મહુવાના ૨૭૦ મતદાન મથકોની ૨૦,૧૭૧-વ્યારાના ૨૬૦ મતદાન મથકોની ૧૯ તથા ૧૭૨-નિઝરના ૩૪૫ મતદાન મથકોની ૨૫ રાઉન્ડમાં મતગણતરી સંપન્ન થશે. આમ,બારડોલી સંસદીય બેઠકના ૨૨૦૨ મતદાન મથકોની ૧૬૧ રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે.મતગણતરી માટે દરેક વિધાનસભા મતવિસ્તાર માટે ૧૪ ટેબલોની ગોઠવણ કરવામાં આવી છે.એક ટેબલ પર એક માઇક્રો ઓબ્ઝર્વર,એક સુપરવાઇઝર અને એક આસીસ્ટન્ટ સુપરવાઇઝર મળી એક ટેબલ પર ૩ કર્મચારીઓ મતગણતરી કરશે. એક વિધાનસભાના ૧૪ ટેબલ લેખે એક વિધાનસભાની મતગણતરી માટે ૪૨ કર્મચારીઓ, દરેક વિધાનસભા મતદાર વિભાગ દીઠ ઓબ્ઝર્વરના પ્રતિનિધિ તરીકે ૨ માઇક્રો ઓબ્ઝર્વર,પોસ્ટલ બેલેટની ગણતરી માટે ૪ ટેબલની વ્યવસ્થા કરવામાં આવી છે.એક ટેબલદીઠ પાંચ કર્મચારીઓ, ઇટીપીબીએસની ગણતરી માટે બે ટેબલની વ્યવસ્થા અને ટેબલદીઠ પાંચ કર્મચારીઓ તથા અન્ય અધિકારી/કર્મચારીઓ મળી કુલ ૧૨૦૦ અધિકારી/કર્મચારીઓ મતગણતરીની કામગીરીમાં જોતરાશે.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ,સોનગઢ ખાતે યોજાનારી મતગણતરી દરમિયાન ઉમેદવારોના સમર્થકો તથા સામાન્ય જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.મતગણતરીની સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તથા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે એ માટે જિલ્લા પોલીસતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.આ અંગે જાણકારી આપતા જિલ્લા પોલીસ વડા એન.એન.ચૌધરીએ જણાવ્યું હતું કે,૨૩-બારડોલી સંસદીય બેઠકની મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય એ માટે પોલીસતંત્ર સજજ છે. આ સમગ્ર કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે એ માટે ૭ ડીવાયએસપી,૫ પી.આઇ,૧૯ પી.એસ.આઇ,૩૨૫ પોલીસ જવાનો,૮૪ હોમગાર્ડઝ અને ૨ પ્લાટુન પેરામીલીટરી ફોર્સની તહેનાત કરવામાં આવી છે.તમામ વિધાનસભા મતવિભાગોના ઇ.વી.એમની મતગણતરી કુલ રાઉન્ડ પૂર્ણ થયા બાદ ચૂંટણી આયોગની સૂચના મુજબ ડ્રો સિસ્ટમથી વિધાનસભા મતદાર વિભાગ પ્રમાણે પાંચ વીવીપેટ મશીનોની પસંદગી કરી વીવીપેટ સ્લીપોની ગણતરી કરવામાં આવશે એમ ૨૩-બારડોલી સંસદીય બેઠકના ચૂંટણી અધિકારી આર.એસ.નિનામા તરફથી જણાવાયું છે. High light-સાત વિધાનસભા વિસ્તારની ૧૬૧ રાઉન્ડમાં મતગણતરી:સૌથી વધુ કામરેજ વિધાનસભાના ૩૬ રાઉન્ડ યોજાશે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application