Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ ખાતે યોજાનારી મતગણતરીને અનુલક્ષીને ટ્રાફિક ડાયવર્ટ કરાયો

  • May 22, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:તા.૨૩મી મે નારોજ સોનગઢ ખાતે આવેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં ૨૩-બારડોલી લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીની મતગણતરી કરવામાં આવનાર છે.આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ સોનગઢથી આહવા-ડાંગ તરફ જતા રોડ ઉપર દશેરા કોલોની ખાતે રાજય ધોરીમાર્ગ નં.૧૭૪ ઉપર આવેલ છે.આ રોડ ઉપર સોનગઢ થી આહવા-ડાંગ તથા મલંગદેવ ઓટા વિસ્તારના ગામડાઓ તરફ જવા આવવાનો મુખ્ય માર્ગ છે.આ માર્ગ પર ટુ વ્હીલર,ફોર વ્હીલર તથા ભારે-અતિભારે વાહનોની મોટા પ્રમાણમાં અવર જવર રહે છે.મતગણતરીના દિવસે ૨૩-બારડોલી સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ઠ તાપી જિલ્લાના નિઝર, ઉચ્છલ,સોનગઢ,વ્યારા,ડૉલવણ, વાલોડ તથા સુરત જિલ્લાના મહુવા,માંડવી,માંગરોળ,કામરેજ તાલુકા માંથી તથા સુરત શહેરના વિસ્તાર માંથી મોટી જનમેદની વાહનો સાથે આવવાની શકયતાઓ રહેલી છે.જેના કારણે સદર રસ્તા પર મોટ પ્રમાણમાં ટ્રાફિક રહેવા પામશે.સદર મતગણતરી સ્થળ તથા સોનગઢ-આહવા રોડ ઉપર હાલનું ટ્રાફિક જોતા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા ટ્રાફિક નિયમનને ધ્યાને લઇ સદર સોનગઢ–ઓટા ચાર રસ્તાથી (આહવા રોડ) રાણીઆંબા ગામ તથા રેલ્વે ફાટક તરફથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર આવતા જતા ભારે તથા અતિભારે વાહનોની અવર જવર ઉપર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે.અધિક જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામામાં જણાવ્યા અનુસાર તા.૨૩/૦૫/૨૦૧૯ના રોજ ૦૦.૦૦ કલાકથી ૨૪:૦૦ કલાક સુધી ભારેથી અતિભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. સદરહુ વાહનોએ સોનગઢ ઓટા ચાર રસ્તાથી(આહવા રોડ) રાણીઆંબા ગામ તથા રેલ્વે ફાટક તરફથી સોનગઢ તરફ આવતા વાહનો ચાંપાવાડી ગામ ચાર રસ્તાથી રાણીઆંબા થઇ કુમકુવા રેલ્વે ફાટકથી સોનારપાડાથી ઇસ્લામપુરા ટેકરા થઇ સોનગઢ તરફ જઇ શકશે.આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application