તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા એસ.એસ.સીના પરિણામમાં તાપી જિલ્લાનું ૬૨.૭૯ ટકા પરિણામ આવ્યું છે.જિલ્લા શિક્ષણાધિકારી તરફથી મળતી વિગતો અનુસાર એસ.એસ.સી-૨૦૧૯ની પરિક્ષામાં તાપી જિલ્લાએ ૬૨.૭૯ ટકા પરિણામ મેળવ્યું હોવાનું જણાવ્યું છે.તાપી જિલ્લામાં એસ.એસ.સી-૨૦૧૯ની પરીક્ષામાં ૯૦૫૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જે પૈકી એ-૨ ગ્રેડમાં ૭૨,બી.-૧ ગ્રેડમાં ૨૯૫,બી-૨ ગ્રેડમાં ૮૩૮,સી-૧ ગ્રેડમાં ૨૧૭૭, સી-૨ ગ્રેડમાં ૨૧૮૩,ડી-ગ્રેડમાં ૧૨૩,ઇ-૧ ગ્રેડમાં ૬૩૨,ઇ-૨ ગ્રેડમાં ૨૭૩૯ તથા ઇકયુસીમાં ૫૬૮૮ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.તાપી જિલ્લામાં સોનગઢ કેન્દ્રનું ૫૮.૪૦ ટકા,વાલોડ કેન્દ્રનું ૫૭.૪૯ ટકા, વ્યારા કેન્દ્રનું ૬૮.૦૯ ટકા,નિઝર કેન્દ્રનું ૭૪.૧૬ ટકા, કપુરા કેન્દ્રનું ૫૩.૧૪ ટકા,ઉકાઇ કેન્દ્રનું ૬૪.૭૦ ટકા,બુહારી કેન્દ્રનું ૪૮.૦૭ ટકા,ઉચ્છલ કેન્દ્રનું ૬૮.૫૮ ટકા,બાજીપુરા કેન્દ્રનું ૬૮.૮૮ ટકા, ઘાટા કેન્દ્રનું ૬૪.૮૬ ટકા, કુકરમુન્ડા કેન્દ્રનું ૫૯.૩૬ ટકા,મોહિની કેન્દ્રનું ૩૭.૭૩ ટકા,ઉખલદા કેન્દ્રનું ૫૭.૩૧ ટકા,ડૉલવણ કેન્દ્રનું ૫૯.૫૩ ટકા,ખોડદા કેન્દ્રનું ૬૬.૫૬ ટકા અને એનસીઇઆરટી૭૯-૧નું ૮૦ ટકા પરિણામ આવ્યું છે. તાપી જિલ્લામાં સૌથી વધુ પરિણામ નિઝર કેન્દ્રનું ૭૪.૧૬ ટકા અને સૌથી ઓછું પરિણામ મોહિની કેન્દ્રનું ૩૭.૭૩ ટકા છે.તાપી જિલ્લામાં ૧૧થી ૨૦ ટકા પરિણામ ધરાવતી ૨,૨૧થી ૩૦ ટકા પરિણામ ધરાવતી ૮,૩૧થી ૪૦ ટકા પરિણામ ધરાવતી ૧૦,૪૧થી ૫૦ ટકા પરિણામ ધરાવતી ૧૫, ૫૧ થી ૬૦ ટકા પરિણામ ધરાવતી ૨૬,૬૧થી ૭૦ ટકા પરિણામ ધરાવતી ૨૦,૭૧ થી ૮૦ ટકા પરિણામ ધરાવતી ૨૪, ૮૧ થી ૯૦ ટકા પરિણામ ધરાવતી ૧૪, ૯૧ થી ૯૯ ટકા પરિણામ ધરાવતી ૭ અને ૬ શાળાઓએ ૧૦૦ ટકા પરિણામ મેળવ્યું હોવાનું જિલ્લા શિક્ષણાધિકારી તરફથી જણાવાયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500