તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢના ટોકરવા ગામના પાસ્ટરની પહેલી પત્ની હોવાછતાં બીજા લગ્ન કરી લેતા પહેલી પત્નીના પરિવારજનો વિફર્યા હતા,ઉગ્ર બોલચાલી દરમિયાન મારામારીના દ્રશ્યો સર્જાયા હતા.ઈજાગ્રસ્તોને ઈમરજન્સી સેવા 108ની મદદથી સોનગઢ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.સમગ્ર મામલો સોનગઢ પોલીસ મથકે પહોંચતા સામસામે ફરિયાદને આધારે બનાવ રજીસ્ટર કરી તપાસ હાથ ધરી હતી.
સોનગઢ તાલુકાના ટોકરવા ગામના મિસ્ત્રી ફળીયામાં રહેતો અને ખિસ્તી ધર્મ ના પ્રચારક તરીકે સેવા આપી પાસ્ટર નુ કામ કરતા વિષ્ણુભાઈ સુરજીભાઈ ગામીત નાઓની પહેલી પત્ની શીલાબેન ગામીત અને તેના બે સંતાનો હોવાછતાં બીજા લગ્ન કરી લીધા હોવાની જાણ પહેલી પત્નીના પરિવારજનોને થતા આજરોજ ચર્ચમાં ધાર્મિકસભાનું આયોજન ચાલતું હતું અને પતિ વિષ્ણુભાઈ ગામીત સભામા ઉપસ્થિત મોટી સંખ્યામાં લોકો ને પ્રવચન આપતા હતા ત્યારે સાડા દસેક વાગ્યા ના સમયે પત્ની શીલાબેહને પતી વિષ્ણુભાઇને પુછેલ કે,તમે કેમ બીજા લગ્ન કરી લીધેલ છે ? તેવુ પુછતા પતિએ જણાવેલ કે,મે કોઈ લગ્ન કરેલ નથી તેવુ કહી ઉશ્કેરાઇ જઇ નાલાયક ગાળો આપવા લાગેલ ત્યારે પહેલી પત્નીની માતા ફતીબેન વચ્ચે પડી સમજાવા જતા પતિ પાસ્ટરે સ્ટેજ ઉપર મુકેલ લાઉડ સ્પીકરનો પાઇપ ની નીચે આવેલ રોટ પોતાના હાથમા ઉચકી લઇ ફતીબેન ના જમણા ખભાના ભાગે બે ફાટકા માર્યા હતા ગામના અન્ય લોકો વચ્ચે પડી છોડાવવા જતા પત્ની શીલાબેનને પણ ઢીક્કા મુકી નો માર માર્યો હતો.ચર્ચમાં પાસ્ટર અને પહેલી પત્નીના પરિવારજનો વચ્ચે થયેલ ઉગ્ર બોલચાલી બાદ મારામારી થઇ હતી જેમાં ઈજાગ્રસ્ત પહેલી પત્ની અને તેમની માતા સહિત ચાર જણા ને 108ની મદદથી સોનગઢ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા,બનાવ અંગે પત્ની શીલાબેન વિષ્ણુભાઇ સુરજીભાઇ ગામીત રહે,ટોકરવા ગામ મિસ્ત્રી ફળીયુ તા.સોનગઢ નાઓએ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ કરી હતી જયારે શૈલેશભાઈ ધુળજીભાઈ ગામીત,મગનભાઈ ઠગીયાભાઈ ગામીત,ધુળજીભાઈ ઠગણીયાભાઈ ગામીત અને રૂપેશભાઈ રમેશભાઈ ગામીત ચારેય જણા રહે,મિસ્ત્રી ફળિયું,ટોકરવા-સોનગઢ નાઓએ પાસ્ટર વિષ્ણુભાઈ નાઓને તું કેમ બીજા લગ્ન કરી લીધેલ છે ? અને મોબાઈલ ફોનમાં ફોટો બતાવી સ્ટીલની પાઈપ વડે પાસ્ટર વિષ્ણુભાઈને મોઢા ઉપર તથા શરીરે સપાટાઓ મારી તેમજ ઢીક્કામુક્કીનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરિયાદ સીલેશભાઈ જયંતીલાલ ગામીત રહે,ઓવારી ફળિયું,ડોસવાડા-સોનગઢ નાઓએ પણ સોનગઢ પોલીસ મથકે કરી હતી,સમગ્ર મામલે સોનગઢ પોલીસ મથકે સામસામે ફરિયાદ રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
high light-સોસિયલ મીડિયામાં લોકોએ પાસ્ટર વિરુધ્ધ ફિટકાર વરસાવ્યો...
-પાદરીએ એક પત્ની હોવાછતાં બીજી અડધા ઉંમરની બાળકીને ફસાવી લગ્ન કર્યા સ્થાનિક લોકોએ મેથીપાક ચખાડ્યો,
-વિદેશી સંસ્કૃતિમાં એક્સ ગર્લ ફ્રેન્ડ-એક્સ વાઈફ આ બધું સામાન્ય,જ્યાં કોઈ કોઈના જોડે કાંઈ લાગે વળગે નહી,પ્રાણીઓની જેમ માં-બાપ અગલ છોકરા અગલ,એક સંયુક્ત પરિવાર દીવો લઈને શોધીએ તો પણ ના મળે,
-આદિવાસી સમાજમાં જ્યારથી પાસ્ટરો-પાદરીઓની એન્ટ્રી થઇ ત્યારથી સમાજના રીતિરીવાજો-પરંપરાઓ ભુલાવાઈ અને નવી વિદેશની સંસ્કૃતિ થોપવામાં આવે છે.
-સાવધાન થઇ જાવ તમારા છોકરાઓ તમને છોડીના દે,
-સાવધાન થઇ જાય તમારો પતિ બીજા લગ્ન ના કરી લે,
-સાવધાન થઇ જાવ તમારી છોકરીને કોઈ પાદરી ફસાવી તો નથી રહ્યો ??
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500