તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ નગરમાં ચોરીની ઘટના સામાન્ય બની ગઈ છે.તસ્કરોએ વધુ એક ચોરીની ઘટનાને સફળ અંજામ આપ્યો છે.ચોરટાઓએ બે ઘરો માંથી રોકડા રૂપિયા તથા સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઇ હતા.ચોરટાઓ પોલીસને પડકાર આપી રહ્યા હોવાનું ફલિત થઇ રહ્યું છે.પરોઠા હાઉસ-સતેશ્વરનગરમાં આવેલ બે ઘરોમાં ધોડેદહાડે કરવામાં આવેલી ચોરીના કારણે નગરજનોમાં ભયનો માહોલ ફેલાયો છે.
સોનગઢના પરોઠા હાઉસ સતેશ્વરનગરમાં તા.18મી મે નારોજ ધોડેદહાડે બે બંદ ઘરો ને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા.પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે કામગીરી બજવતા જયંતિભાઇ ચેમટીયાભાઇ ગામીત (ઉ.વ.58)રહે,સતેશ્વરનગર પરોઠા હાઉસ વાંકવેલ તા.સોનગઢ મુળ રહે,વડદા પ્ર.ઉમરદા-સોનગઢ અને ગુલાબભાઇ બાવાભાઇ વસાવા નાઓના ઘરના દરવાજાનો નકુચો તોડી બેડ રૂમમાં મુકેલ કબાટમાંથી સોનાનું મંગળસુત્ર આશરે સાડા ત્રણ તોલા કિ.રૂ.70,000/-તથા સોનાની ચેઇન નંગ-2 બે-બે તોલાની કિ.રૂ.50,000/- તથા દોઢ તોલાની સોનાની બંગડી કિ.રૂ.30,000/- તથા સોનાની વીટીં આશરે 1 તોલાની કિ.રૂ.20,000/- તથા સોનાની બુટી નંગ-6 તથા જડ નંગ-1 આશરે 1 તોલો કિ.રૂ.20,000/- તથા ચાંદીના સાંકળા જોડ નંગ-10 આશરે 400 ગ્રામ કિ.રૂ.8,000/-મળી કુલ્લે કિ.રૂ.1,98,000/-ના મત્તાની નાશી છુટ્યા હતા.બનાવ અંગે શિક્ષક જયંતિભાઇ ગામીત નાઓની ફરિયાદને આધારે સોનગઢ પોલીસ મથકે અજાણ્યા ચોરટાઓ વિરુધ્ધ ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ પીઆઈ સી.કે.ચૌધરી કરી રહ્યા છે.અહીં આપને જણાવી દઈએ છીએ કે,માત્ર દસ જ દિવસમાં ચોરટાઓએ વધુ એક ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.સોનગઢના દશેરા કોલોનીમાં રહેતા રાકેશભાઈ ભારજીભાઈ વસાવા જેઓ કુકરમુંડા મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજવતા હોય તેઓના બંદ મકાનના દરવાજાનો નકુચો તોડી રૂ.1.60 લાખની મત્તાની ચોરી થઇ હતી અને ત્યારબાદ ભરતભાઈ માંગતાભાઈ વસાવાના ઘરનો નકુચો તોડી રૂ.35 હજાર મત્તાની ચોરી કરી તસ્કરો નાશી છૂટ્યા હતા,દસેરા કોલોનીમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો નથી ત્યાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે.જેમાં કોઈ જાણ ભેદુએ ચોરી કરી હોવાની શંકા સેવાઈ રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500