તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:સોનગઢ-ઉકાઈ ખાતે આજરોજ પાણી મુદ્દે આદિવાસી સંગઠન નહેર બંધ કરાવવા જતા આંદોલનકારીઓ ને પોલીસે અટકાવ્યા હતા,થોડા સમય માટે આદિવાસી સંગઠન અને પોલીસ વચ્ચે ચકમક ચાલતા વાતાવરણ ગરમાયુ હતું,તાપી જિલ્લામાં ઉભી થયેલી પાણી ની સમસ્યા માટે તાપી જિલ્લા જળ સંકટ નિવારણ સમિતિ દ્વારા રાજ્યપાલને સંબોધીને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.પરતુ કોઈ કાર્યવાહી ન થતા ઉકાઈ ખાતે તાપી જિલ્લા જળ સંકટ નિવારણ સમિતિ દ્વારા લોકો ને પાણી મળી રહે તે માટે ઉકાઇ ડાબા કાંઠા નહેર ના દરવાજા બંધ કરવા માટે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા,કાયદો વ્યવસ્થા ન બગડે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો,આદિવાસી સંગઠન ના આગેવાનો અને પોલીસ વચ્ચે થોડીવાર થયેલ ચકમક બાદ સંગઠન ના આગેવાનોએ સિંચાઈ વિભાગના અધિકારીઓ ને બોલાવી તેનો નિવેડો લાવવાની જીદ કરતા સિંચાઈ વિભાગ ના અધિકારીઓએ સ્થળ પર આવી બે દિવસ માં પાણી પહોંચાડવાની બાંહેધરી આપતા આંદોલન સમેટાયું હતું..
High light-ઉકાઈ ખાતે તાપી જિલ્લા જળ સંકટ નિવારણ સમિતિ દ્વારા લોકો ને પાણી મળી રહે તે માટે ઉકાઇ ડાબા કાંઠા નહેર ના દરવાજા બંધ કરવા માટે મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application