તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:જુનાગઢ ખાતે સ્વામિનારાયણ મંદિરની ચુંટણીમાં ન્યુઝ કવરેજ કરતા મીડીયાકર્મીઓ ઉપર કરવામાં આવેલ લાઠીચાર્જના વિરોધમાં આજરોજ તાપી જીલ્લા પત્રકાર સેવા સંઘ દ્વારા જીલ્લા પોલીસવડા અને જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.જનતાની અવાજની સંવેદના અને સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડવા માટે તાપી જીલ્લા સહિત રાજ્યભરના પત્રકારો,ફોટોગ્રાફરો,સ્ટ્રીંગરો નિષ્ઠાપૂર્વક ફરજ બજવતા હોય છે,અને એમાં મીડીયાકર્મીઓના સહયોગને નકારી શકાય એમ નથી.જેમાં કેટલાક એવા સમાચારો પણ હોય છે કે,જેના કારણે ઘણીવાર મીડીયાકર્મીઓને પોતાના જીવનું જોખમ પણ ઉઠાવવું પડે છે,ત્યારે જુનાગઢ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરની ચુંટણી દરમિયાન મીડીયાકર્મીઓ ઉપર જે તંત્ર ધ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો છે.તે લોકશાહી પર વાર છે,ગુજરાતની ગરિમા પર વાર છે.લોકશાહીના ચોથાસ્થંભ સમાન મીડીયાકર્મીઓ ઉપર વાર કોઇપણ કિંમતે સાખી લેવાય નહી.મીડિયા પણ સુરક્ષિત નથી,તો સામાન્ય પ્રજા ક્યાંથી સુરક્ષિત હોય શકે ? સમગ્ર ઘટનાને તાપી જીલ્લા પત્રકાર સેવા સંઘ કડક શબ્દોમાં વખોડે છે.અને તટસ્થ તપાસ કરી તંત્રના જવાબદાર અધિકારીઓ/કર્મચારીઓ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે તાપી જીલ્લા પત્રકાર સેવા સંઘના હોદ્દેદારો અને સભ્યોએ જીલ્લા પોલીસવડા એન.એન.ચૌધરી તેમજ જીલ્લા કલેકટરશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application