Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા ખાતે આદિનાથ સુપર માર્કેટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા,નમુના લેવાયા

  • May 09, 2019 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા નગરમાં મોટી મસ્જીદ પાસે આવેલ આદિનાથ સુપર સ્ટોરના સંચાલકોએ એક્સપાઈરીડેટ વાળો માલ-સામાન પધરાવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો હોવાનો અહેવાલ પ્રસિધ્ધ થતાની સાથે વ્યારા પાલિકાતંત્રનું આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દોડતું થઇ ગયું છે,આદિનાથ સુપર માર્કેટ માંથી વિવિધ નમુના લેવાયામાં આવ્યા છે,જેને લઇ ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડા કરનારા અને ભેળસેળિયાઓ ફફડાટ પ્રસરી જવા પામ્યો છે, વ્યારામાં મોટી મસ્જીદ પાસે આવેલ આદિનાથ સુપર માર્કેટ માંથી ખાસ કરીને રમજાન માસમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ખરીદી કરનાર ગ્રાહકને કડવો અનુભવ થતા,એક વિડીયો સોસીયલ મીડિયામાં ફરતો કર્યો હતો,જેણે આદિનાથ સુપર માર્કેટ ઘણી બધી વસ્તુઓ ખરીદી કરી હતી.જેમાંથી ત્રણ વસ્તુઓ માંથી એક વસ્તુ એક્સપાઈરીડેટ વાળી અને બાકીની બે વસ્તુઓ એક્સપાઈરડેટ નજીકની પધરાવી દીધી હતી.ત્રણ સરબતની બોટલ ઉપર એક્સ્ટ્રા લેબલ લગાડવામાં આવ્યું હતું,જેથી કરીને ગ્રાહકોને એક્સપાઈરીડેટ નજરે ના પડે, શોપિંગ મોલના સંચાલકોએ મે-૨૦૧૮ ની મેન્યુફેક્ચરિંગ વાળી સરબતની બોટલ ઉપર ૪ એપ્રિલ ૨૦૧૯નું લેબલ ચોટાડી ગ્રાહકોને છેતરી રહ્યા હતા,એટલું જ નહી વાયરલ વિડીયોમાં સાવધાન રહેવા માટે વિનંતી કરવામાં આવી હતી કે,વ્યારામાં મોટી મસ્જિદની બાજુમાં આવેલ આદિનાથ માંથી કોઇપણ વસ્તુ લેતા પહેલા સાવધાન રહેવું,એક્સપાઈરીડેટ વાળી વસ્તુઓના ઉપયોગથી સ્વસ્થને નુકશાન પહોંચી શકે છે,મોલના સંચાલકોએ એક વસ્તુ એક્સપાઈર પકડાવી દીધી છે અને બાકીની બે વસ્તુ એક્સપાઈર થવા આવી છે,જે ત્રીજા રોજા સુધી કામ નહી આવી શકે એટલે કોઇપણ આવી વસ્તુ ખરીદી કરતા પહેલા મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાઈરીડેટ જરૂરથી જોઈ લેવી જણાવામાં આવી રહ્યું હતું,સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ રહેલા વિડીયોના અહેવાલ વર્તમાન સમાચારો પત્રોમાં પ્રસિધ્ધ થતાની સાથે વ્યારા પાલિકાતંત્રનું આરોગ્ય વિભાગ અને તાપી જીલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું,આદિનાથ સુપર માર્કેટ માંથી વિવિધ નમુના લઇ ફોરેન્સિક લેબમાં મોકલવા માટેની તજવીજ હાથ ધરી હતી,  

High light-આદિનાથ સુપર માર્કેટના સંચાલકોએ મે-૨૦૧૮ ની મેન્યુફેક્ચરિંગ વાળી સરબતની બોટલ ઉપર ૪ એપ્રિલ ૨૦૧૯નું લેબલ ચોટાડી ગ્રાહકોને છેતરી રહ્યા હતા,સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ભાંડો ફૂટ્યો
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application