તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા તાલુકામાં સંબંધો ની હત્યા થઈ હોવાનો કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે,સગા પુત્રએ પિતાને કુહાડીના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યો,અને કઈ ન થયું હોય તેમ ઘરે જઈ સુઈ ગયો,બીજા દિવસે પોલીસ ફરિયાદ થતા પોલીસ તપાસમાં હત્યારા પુત્ર ની કરતૂતો બહાર આવી.
તાપી જીલ્લાના વ્યારાના નાની સાતસિલા ગામે એક 65 વર્ષીય ઈસમ નપરીયાભાઈ ગામીત ની હત્યા કરાયેલ હાલતમાં લાશ તેનાજ ઘર આંગણે લોહીલુહાણ હાલતમાં પડી હોવાની ફરિયાદ વ્યારા પોલીસને મળી હતી,જે આધારે પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની તપાસ હાથ ધરી હતી,પોલીસે ખાનગી બાતમીદારો ,એફએસએલ તેમજ અડોશપાડોસના નિવેદનો લીધા હતા,જેમાં લાંબા સમયથી પિતા પુત્ર વચ્ચે વડીલો પાર્જિત જમીન બાબતે ઝઘડો ચાલ્યા કરતો હતો,જેને લઈ સીધા શકના ઘેરામાં સગો પુત્ર લલ્લુભાઇ ગામીત આવતો હોય જેની સઘન પુછપરછમાં હત્યાની સમગ્ર ઘટના પરથી પરદો ઉચકાઈ ગયો હતો,રાત્રી દરમ્યાન મૃતક નપરિયાભાઈ ગામીત ઘરના આગણે ઓટલા પર મીઠી નીંદર માણી રહ્યા હતા ત્યારે સગા પુત્ર લલ્લુએ તેના પિતાને કુહાડીના ત્રણથી ચાર જીવલેણ ઘા મારી દેતાં પિતાનું સ્થળ પર જ મોત થયું હતું,હત્યા બાદ પુત્ર લલ્લુ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.અને તે હત્યાની ઘટનાથી અજાણ હોય તેમ રહેતો હતો.પરંતુ પોલીસ તપાસમાં હત્યારા પુત્ર ની કરતૂતો સામે આવી અને જેલના સળિયા ગણતો થઇ ગયો,પરંતુ જમીન ના ઝઘડાએ ચોક્કસ એકના એક પુત્રએ સાગા પિતાને યમલોક પહોંચાડતા પંથકમાં પુત્ર વિરુદ્ધ ફીટકારની લાગણી જોવા મળી રહી છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500