તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા નગરમાં મોટી મસ્જીદ પાસે આવેલ આદિનાથ સુપર માર્કેટ માંથી માલ-સમાન ખરીદી કરનાર શખ્સને કડવો અનુભવ થયો છે.આદિનાથ સુપર સ્ટોરના સંચાલકોએ એક્સપાઈરીડેટ વાળો સામાન પધરાવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે.વાયરલ થઇ રહેલા વિડીયોમાં સાવધાની પૂર્વક ખરીદી કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે,
સોસીયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા ૩.૧૩ સેકન્ડ વાળા વિડીયોમાં જણાવવામાં આવી રહ્યું છેકે,વ્યારામાં મોટી મસ્જીદ પાસે આવેલ આદિનાથ શોપિંગ મોલ માંથી ઘણી બધી વસ્તુઓ હંમેશા રમજાનમાં ઉપયોગ માટે લેતા આવ્યા છે,ત્યાંથી બીલ મુજબ ઘણી બધી વસ્તુઓ ખરીદી કરી હતી.જેમાંથી ત્રણ વસ્તુઓ માંથી એક વસ્તુ એક્સપાઈરીડેટ વાળી અને બાકીની બે વસ્તુઓ એક્સપાઈરડેટ નજીકની આપી હોવાનું જણાવામાં આવી રહ્યું છે,ત્રણ સરબતની બોટલ ઉપર એક્સ્ટ્રા લેબલ લગાડવામાં આવ્યું હતું,જેથી કરીને ગ્રાહકોને એક્સપાઈરીડેટ નજરે ના પડે,વાયરલ થઇ રહેલા વિડીયોમાં ત્રણેય બોટલ પરથી એક્સ્ટ્રા લેબલ કાઢી કંપનીનું ઓરજીનલ લેબલ સાથે એક્સપાયર ડેટ પણ બતાડવામાં આવી રહી છે,શોપિંગ મોલના સંચાલકોએ મે-૨૦૧૮ ની મેન્યુફેક્ચરિંગ વાળી સરબતની બોટલ ઉપર ૪ એપ્રિલ ૨૦૧૯નું લેબલ ચોટાડી ગ્રાહકોને છેતરી રહ્યા હતા,સરબતની બોટલ પરથી જુનું લેબલ ખરાબ કરી નવું લેબલ લગાડવામાં આવ્યું હોવાનું વાયરલ વિડીયોમાં બતાડવામાં આવી રહ્યું છે,એટલું જ નહી વ્યારામાં મોટી મસ્જિદની બાજુમાં આવેલ આદિનાથ માંથી કોઇપણ વસ્તુ લેતા પહેલા સાવધાન રહેવા માટે જણાવામાં આવ્યું છે,એક્સપાઈરીડેટ વાળી વસ્તુઓના ઉપયોગથી સ્વસ્થને નુકશાન પહોંચી શકે છે,મોલના સંચાલકોએ એક વસ્તુ એક્સપાઈર પકડાવી દીધી છે અને બાકીની બે વસ્તુ વસ્તુ એક્સપાઈર થવા આવી છે,જે ત્રીજા રોજા સુધી કામ નહી આવી શકે એટલે કોઇપણ આવી વસ્તુ ખરીદી કરતા પહેલા મેન્યુફેક્ચરિંગ ડેટ અને એક્સપાઈરીડેટ જરૂરથી જોઈ લેવી જણાવામાં આવી રહ્યું છે,આપને અહીં જણાવી દઈએ છીએ કે,પવિત્ર રમજાન માસમાં મુસ્લિમ રોજેદારો વહેલી સવારથી સાંજના મગરેબની નમાઝ સુધી રોજા દરમિયાન કશુ પણ ખાધા પીધા વિના રોજા રાખી ઈબાદત કરે છે,તેમજ દિવસ દરમિયાન પાંચ વખતની નમાઝ અને રાત્રે ઇસાની નમાઝ બાદ તરાવિહની ખાસ નમાઝ અદા કરવામાં આવતી હોય છે.ત્યારે રમજાન માસમાં ઉપયોગ માટે કરવામાં આવતી ખાસ ખરીદારીમાં મુસ્લિમ બિરાદર છેતરાયા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યો છે,
Investigation-વાયરલ થઇ રહેલા વિડીયો બાબતે આદિનાથ સુપર માર્કેટના સંચાલકને પૂછતા તેમણે ભૂલ સ્વીકારતા જણાવ્યું હતું કે,આ પ્રકારની ફરિયાદ મળી હતી અને ગ્રાહકને સરબતની બોટલો બદલી આપવામાં આવી છે,
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500