તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:વાલોડના બાજીપુરા વિસ્તારમાં આવેલ એક વાડીમાં યોજાયેલી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલમાં પોલીસે દરોડા પાડ્યા હતા.જેમાં માત્ર આઠ જેટલા પીધ્ધડો નશાની હાલતમાં ઝડપાયા હોવાનું જાણવા મળ્યું છે,સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વાલોડ તાલુકાના બાજીપુરા વિસ્તારમાં આવેલ વાડીમાં તા.ચોથી મે નારોજ રાત્રીના સમયે યોજાયેલી હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટીમાં પોલીસે દરોડા પાડ્યા હતા.દોરડામાં પેટ્રોલ પંપના માલિક,વેપારીઓ,ઉધોગપતિઓ સહિત કેટલાક મોટા માથા ધરાવતા પીધ્ધડો ઝડપાયા હોવાનું જાણવા મળ્યું છે.જોકે,પોલીસે પીધ્ધડોની ઓળખ ના થાય તેની પુરેપુરી કાળજી રાખી છે,મોડીરાત્રે હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટી ચાલતી હોવાના મેસેજ પોલીસને મળતા વાલોડ અને ડોલવણ સહિત પોલીસનો કાફલો કેશવ ગોવિંદ પટેલ નાઓની વાડીમાં દરોડા પાડ્યા હતા.જેને લઇ ભાગદોડ મચી જવા પામી હતી.દારૂની મહેફિલ ચાલતી હતી ત્યાંથી પોલીસે વ્હીસ્કીની આઠ જેટલી ખાલી બોટલો તેમજ આશરે ૨૦ જેટલા બીયરના ખાલી ટીન પણ કબજે કર્યા હતા,નશાની હાલતમાં ઝડપાયેલા પીધ્ધડોને મોડીરાત્રે પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા જ્યાં બ્રેથએનાલાઈઝર મશીનના ઉપયોગથી તપાસ કરવામાં આવી હતી ત્યારબાદ સરકારી હોસ્પિટલમાં મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.વાલોડ પોલીસ મથકે આઠ જેટલા પીધ્ધડો વિરુધ્ધ પ્રોહી એક્ટની કલમ ૬૬(૧)બી,૮૫(૧),૬૫(એ) અને ૮૧ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.અત્રેઉલ્લેખનીય છેકે,હાઈપ્રોફાઈલ દારૂની પાર્ટીમાં પાડવામાં આવેલ દરોડામાં પકડાયેલા પીધ્ધડોની ઓળખ ના થાય એ માટે પોલીસે પુરેપુરી કાળજી રાખી છે જેને લઇ પોલીસની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે,ઘટના સ્થળ પરથી એકપણ વાહન જપ્ત કરવામાં આવ્યું નથી,વ્હીસ્કી-બીયરનો જથ્થો કોની પાસેથી લાવવામાં આવ્યું તે પણ તપાસનો વિષય બન્યો છે,સુત્રોના જણાવ્યા અનુસાર પોલીસ કેટલાક મોટા માથા ધરવતા મોટી હસ્તીઓને બચાવી રહી હોવાનું ચર્ચાએ પંથકમાં જોર પકડ્યું છે,ત્યારે પોલીસ ક્યા મોટા માથાને બચાવી રહી છે એ પણ તપાસનો વિષય બનવા પામ્યો છે.(સાંકેતિક તસ્વીર)
high light-દારૂની મહેફિલ માણતા પકડાયેલા પીધ્ધડો.....
(૧)પીનાકીનભાઈ અરવિંદભાઈ મિસ્ત્રી રહે,બાજીપુરા-વાલોડ
(૨)સંજયભાઈ અરવિંદભાઈ મિસ્ત્રી રહે,બાજીપુરા-વાલોડ
(૩)હરનીકાભાઈ અરવિંદભાઈ પટેલ રહે,બાજીપુરા-વાલોડ
(૪)ધીરજભાઈ નાજુભાઈ પટેલ રહે,બાજીપુરા-વાલોડ
(૫)અલ્પેશભાઈ ભરતભાઈ પટેલ રહે,બાજીપુરા-વાલોડ
(૬)પ્રદીપભાઈ બિપીનભાઈ પટેલ રહે,બાજીપુરા-વાલોડ
(૭)પ્રકાશભાઈ ગોવિંદભાઈ રબારી રહે,બાજીપુરા-વાલોડ
(૮)મિતુલભાઈ ભરતભાઈ પટેલ રહે,બાજીપુરા-વાલોડ
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500